Latest

COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયાએ ચોક્કસ સમૂહના પાંચ વર્ષથી નાના બાળકો માટે રસીને માન્યતા આપી

3જી ઓગસ્ટ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Children Under 5 Receive Covid-19 Vaccines At University Of Washington Hospital

On Wednesday, Australia followed the US and Canada in rolling out the COVID-19 vaccines for children under five. Source: Getty / David Ryder

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી બુધવારે 66 મૃત્યુ નોંધાયા હતા.

જેમાં 39 ન્યૂ સાઉથ વેલ્સમાં, 6 વિક્ટોરીયા તથા ક્વીન્સલેન્ડમાં નોંધાયા હતા.

ન્યૂ સાઉથ વેલ્સમાં બુધવારે 16648 કેસ નોંધાયા હતા.

વિક્ટોરીયામાં પણ 9122 કેસનું નિદાન થયું છે.

ક્વીન્સલેન્ડમાં 6399 કેસનું નિદાન થયું છે.

ઓસ્ટ્રેલિયાએ છ મહિનાથી 5 વર્ષના ચોક્કસ સમૂહના બાળકો માટે મોડેર્નાની કોવિડ-19 પ્રતિરોધક રસીને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી માર્ક બટલરે જણાવ્યું હતું કે આરોગ્યલક્ષી સમસ્યા, દિવ્યાંગતા તથા અન્ય કોઇ બિમારી ધરાવે છે તેવા લગભગ 70,000 બાળકો 5મી સપ્ટેમ્બકરથી રસી મેળવી શકે છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, રસી 8 અઠવાડિયાના અંતરે મેળવી શકાય છે.

કેટલાક બાળકો ત્રીજા ડોઝ માટે પણ લાયક બની શકે છે.

ATAGI એ આરોગ્યનું જોખમ ન હોય તેવા 6 મહિનાથી 5 વર્ષના બાળકો માટે રસીની ભલામણ કરી નથી. તે આગામી દિવસોમાં રસીની અસરકારકતા પર નિર્ણય લેશે, તેમ મંત્રી બટલરે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અમેરિકા કેનેડા તથા કેટલાક એશિયાના દેશોએ આ વયજૂથના બાળકોને રસીની માન્યતા આપી દીધી છે.
TGAએ પાક્સલોવિડ એન્ટીવાઇરલ ડ્રગની અવધિ 12 મહિનાથી વધારીને 18 મહિના કરી છે. જોકે, તેને 25 ડિગ્રી સેલ્સિયસથી નીચે સંગ્રહિત કરવી જરૂરી છે.

પાક્સલોવિડના પ્રથમ જથ્થાની અવધિ ઓગસ્ટ મહિનામાં સમાપ્ત થઇ રહી છે.

દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે, ચીનના વુહાનનું હ્યુમન સીફૂડ માર્કેટ કોરોનાવાઇરસનું એપીસેન્ટર રહ્યું છે.

અભ્યાસના લેખકોએ નોંધ્યું હતું કે, SARS-CoV-2 ચીનના જીવિત પ્રાણિસૃષ્ટી દ્વારા ઉત્પન્ન થયો છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 




 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 3 August 2022 3:33pm
Updated 6 August 2022 12:32pm
Presented by Vatsal Patel
Source: SBS


Share this with family and friends