Latest

COVID-19 અપડેટ- ઓસ્ટ્રેલિયામાં પેઈડ પેન્ડેમિક ચૂકવણી લંબાવવામાં આવી

14મી સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

AUSTRALIA CORONAVIRUS COVID-19

People shop at the Queen Victoria Market. (file) Source: AAP / SCOTT BARBOUR/AAPIMAGE

Key Points
  • પાંચ દિવસના આઇસોલેશન પર જતાં દર્દીઓ 540 ડોલરની ચૂકવણી માટે દાવો ચાલુ રાખી શકશે
  • છ મહિનામાં મહત્તમ ત્રણ ચુકવણી માટે દાવો કરી શકાશે
  • Bupa ગ્રાહકોને રોગચાળાની બચતના ભાગરૂપે 340 ડોલર પરત કરશે
વડાપ્રધાન એન્થની અલ્બેનિઝીએ કહ્યું હતું કે કોવિડ-19ના ફરજીયાત આઇસોલેશનના નિયમ અમલમાં રહે ત્યાં સુધી ચેપગ્રસ્ત વ્યક્તિને નોકરીમાંથી રજા માટે મળતી પેન્ડેમિક લીવ ડિઝાસ્ટરની ચુકવણી 30 સપ્ટેમ્બર પછી પણ ચાલુ રહેશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી રાજ્યો અને પ્રદેશોમાં ફરજીયાત આઇસોલેશનનો સમયગાળો લાગુ છે ત્યાં સુધી આ ચુકવણી ઉપલબ્ધ રહેશે.

રાષ્ટ્રિય કેબિનેટની બેઠક પછી તેઓએ કહ્યું હતું કે જ્યારે સરકારને ફરજીયાત આઇસોલેશનની જરૂર છે ત્યારે ટેકો પૂરો પાડવાની જવાબદારી પણ સરકારની જ છે.

વધુમાં ઉમેર્યુ હતુ, “લોકો બિમાર હોય, પછી તે કોવિડ હોય કે અન્ય બિમારી પરંતુ તેઓ તે સમય દરમિયાન કામ પર ન હોવા જોઇએ તે વધારે મહત્વનું છે.”

રોગચાળો શરૂ થયો ત્યારથી કરદાતાઓ પર રજાની ચૂકવણીમાં 2.2 બિલિયન ડોલરનો આર્થિક બોજો વધ્યો છે.
NSW આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જૂન મહિનામાં ઓમિક્રોનની નવી લહેર અને શિયાળાની શરૂઆતમાં ફ્લૂની મૌસમ હોવા છતાં પણ જાહેર હોસ્પિટલોએ ઉચ્ચ ગુણવત્તા સભર સારવાર પૂરી પાડી હતી.

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ઇમરજન્સી વિભાગના મોટાભાગના દર્દીઓ (62.8 ટકા)એ સમયસર સારવાર મેળવી હતી અને 10 માંથી 7 દર્દીઓ (72.5 ટકા) ને 30 મિનિટની અંદર એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ઇમરજન્સી સ્ટાફને સોંપી દેવામાં આવ્યા હતા.

ઇમરજન્સી સારવાર અંગે ઉમેર્યું હતું કે લગભગ તમામ વૈકલ્પિક સર્જરીઓ (98.2 ટકા) સમયસર કરવામાં આવી હતી.

Bupaએ તેના ગ્રાહકોને આવતા મહિને પૉલીસી દીઠ 340 ડોલર સુધીની રોકડ રકમ પરત કરવાની શકયતા દર્શાવી હતી.

કંપની તેની રોગચાળાની બચતના ભાગરૂપે રોકડ રકમ પરત કરી રહી છે.

આરોગ્ય વીમા કંપનીઓ 1લી સપ્ટેમ્બરના રોજ તેમના પ્રીમિયમમાં વધારો કરે તેવી શકયતા છે.

કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિત

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો
તમારી ભાષામાં માહિતી મેળવો

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 14 September 2022 3:41pm
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends