COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયામાં એજ કેરના 10,000 રહેવાસીઓ તથા કર્મચારીઓને ચેપ લાગ્યો

1લી ઓગસ્ટ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Family members of residents are seen outside Epping Gardens Aged Care Facility in Epping, Melbourne, Tuesday, July 28, 2020. More coronavirus deaths of aged care residents are expected in coming days as Victoria's troubling infection rates continue to spi

Family members outside an aged care facility in Melbourne. (file) Source: AAP Image/Daniel Pockett

સોમવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી 17 મૃત્યુ નોંધાયા હતા. જેમાં 7 ન્યૂ સાઉથ વેલ્સમાં, 5 સાઉથ ઓસ્ટ્રેલિયામાં તથા 3 ક્વીન્સલેન્ડમાં નોંધાયા હતા.

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશેની મેળવો.
ઓસ્ટ્રેલિયામાં હાલમાં રેસિડેન્સિયલ એજ કેરમાં 1064 સક્રિય કેસ છે.જેમાં 9906 પોઝીટીવ કેસ છે.

9906 ચેપગ્રસ્ત લોકોમાંથી 6360 રહેવાસીઓ તતા 3546 કર્મચારીઓ છે.

એજ કેર મંત્રી અનિકા વેલ્સે જણાવ્યું છે કે એજ કેર સુવિધામાં રહેતા લાયક હોય તેવા 78.8 ટકા લોકોએ રસીનો ચોથો ડોઝ મેળવી લીધો છે.

આજે 1લી ઓગસ્ટથી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ એજ કેર દર અઠવાડિયે દરેક એજ કેરના રહેવાસીઓના તથા કર્મચારીઓના રસીકરણની વિગતો પ્રકાશિત કરશે.
થેરાપ્યુટીક ગુડ્સ એડમિનીસ્ટ્રેશને પુષ્ટિ કરી છે કે સંસ્થાએ કોવિડ-19ના ઓમીક્રોન ચેપનું નિદાન કરવામાં નિષ્ફળ જતા હોય તેવા રેપીડ એન્ટીજન ટેસ્ટને બજારમાંથી હટાવ્યા નથી.

સંસ્થાએ જણાવ્યું હતું કે રેપીડ એન્ટીજન ટેસ્ટ મહામારીને નિયંત્રણમાં રાખવા માટે મહત્વપૂર્ણ છે. તે પીસીઆર જેટલા ચોક્કસ નથી પરંતુ, ઝડપથી પરિણામ આપે છે. 

ઓસ્ટ્રેલિયન ટેક્નીકલ એડ્વાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશને 12થી 17 વર્ષની વયના બાળકો માટે પ્રોટીન-યુક્ત કોવિડ-19 નોવાવેક્સ રસીની સમીક્ષા શરૂ કરી છે.

થેરાપ્યુટીક ગુડ્સ એડમિનીસ્ટ્રેશને નોવાવેક્સની રસીને 28મી જુલાઇના રોજ માન્યતા આપી હતી.
સાઉથ ઓસ્ટ્રેલિયાએ મફત ફ્લુ રસીનો કાર્યક્રમ 31મી ઓગસ્ટ સુધી લંબાવ્યો છે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, અમેરિકાના પ્રમુખ જો બાઇડન ફરીથી કોવિડ-19 પોઝીટીવ આવ્યા બાદ સ્વસ્થ છે.

બાઇડનને 21 જુલાઇના રોજ કોવિડ-19નું નિદાન થયું હતું. ત્યાર બાદ તેમણે એન્ટીવાઇરલ ડ્રગ પેક્સલોવિડની સારવાર લીધી હતી. તેમનો 26,27 જુલાઇના રોજ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

તેમને હાલમાં ફરીથી કોવિડ-19 ચેપ લાગ્યો છે અને તેઓ આઇસોલેશનમાં છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 1 August 2022 2:24pm
Updated 3 August 2022 9:57am
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends