Latest

COVID-19 અપડેટ: મહામારીની બાળકો પર અસર વિશે ખુલાસો

૩૦ ઓગસ્ટ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

KING TIDE SYDNEY

Children at Balmoral beach in Sydney. Source: AAP / JENNY EVANS/AAPIMAGE

Key Points
  • આઇસોલેશન અવધિ ઘટાડવા વિશે રાજ્યો અને પ્રદેશોમાં મતભેદ
  • હેલ્થ સર્વિસ યુનિયન દ્વારા આઇસોલેશન સંપૂર્ણપણે રદ કરવાની માંગ
  • વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સમાં 25 તાત્કાલિક સંભાળ સેવા કેન્દ્રો સ્થાપશે
મંગળવારે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-૧૯ થી કુલ 77 મૃત્યુ નોંધાયા છે. જેમાં ન્યૂ સાઉથ વેલ્સમાં 37, વિક્ટોરિયા અને ક્વીન્સલેન્ડ દરેકમાં 18 મૃત્યુનો સમાવેશ છે.

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશેની માહિતી મેળવો.
બુધવારે યોજાનાર રાષ્ટ્રીય કેબિનેટની બેઠક અગાઉ કોવિડ-૧૯ ચેપગ્રસ્ત લોકો માટે આઈસોલેશનનો સમયગાળો સાત દિવસ માંથી ઘટાડી પાંચ દિવસ કરવા વિશે રાજ્યો અને પ્રદેશો વિભાજિત છે.

ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રોટેક્શન પ્રિન્સિપલ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવે તો વિક્ટોરિયા, ક્વીન્સલેન્ડ, તાસ્મેનિયા અને ACT આ પગલાને સમર્થન આપી શકે છે.

હેલ્થ સર્વિસ યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ જેરાર્ડ હેયસે એબીસી આરએન બ્રેકફાસ્ટને જણાવ્યું હતું કે ફરજિયાત COVID-19 આઇસોલેશનને સંપૂર્ણપણે કાઢી નાખવું જોઈએ. તેમણે કહ્યું કે કોવિડની સારવાર ફ્લૂની જેમ થવી જોઈએ.

COVID-19થી હોસ્પિટલોના ઇમર્જન્સી વિભાગ પર આવતું દબાણ હળવું કરવા વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સ બંને રાજ્યોમાં 25 તાત્કાલિક સેવા કેન્દ્રો સ્થપાશે.

GP-ભાગીદારીવાળા તાત્કાલિક સેવા કેન્દ્રો હળવા ચેપ, હાડકાના ફ્રેકચર અને દાઝવા જેવી પરિસ્થિતિઓ માટે મફત સારવાર પૂરી પાડશે.
રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય આયોગે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર COVID-19 રોગચાળાની અસરનો અભ્યાસ કર્યો છે. 2022ની શરૂઆતમાં હાથ ધરાયેલ સર્વેમાં નવ થી 17 વર્ષની વયના બાળકોના પ્રતિભાવો એકત્રિત કરવામાં આવ્યા હતા.

લગભગ 41 ટકા બાળકોએ તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઇ હોવાનું જણાવ્યું છે.

સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે મહામારી દરમિયાન મિત્રો અને સંબંધીઓને મળવાથી વંચિત રહી ગયેલા બાળકો માટે સામાજિક જોડાણનો અભાવ અને સાથે નહિ રહેતા પરિવાર સાથે સંપર્કનો અભાવ મુખ્ય ચિંતાઓ હતી જેની મોટી આડઅસર જોવા મળી શકે છે.

ઘણા બાળકોએ કંટાળાને કારણે, ઓનલાઈન ભણતરમાં મુશ્કેલી અનુભવી હતી.

જો કે, કેટલાક બાળકોએ હકારાત્મક અનુભવો શેર કર્યા જેવા કે ઘરમાં વિક્ષેપોનો અભાવ, ઉચ્ચ ઉત્પાદકતા અને વધુ છૂટછાટથી મદદ મળી હોવાનું જણાવ્યું હતું.

સર્વેક્ષણ દર્શાવે છે કે બાળકો અને તેમના પરિવારોને શાળાઓ અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓ તરફથી વધુ સારી સહાયની જરૂર છે.

Kids Helpline: 1800 55 1800

Beyond Blue: 1300 22 4636

કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો,,

તમારી ભાષામાં માહિતી મેળવો

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 30 August 2022 4:23pm
Updated 30 August 2022 4:26pm
Presented by Nital Desai
Source: SBS


Share this with family and friends