Latest

COVID-19 અપડેટ - પ્રથમ કોવિડ-૧૯ રસી સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ અસરકારક

6 સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

NSW CORONAVIRUS COVID19

People at a pop-up COVID vaccination clinic in Sydney's Lakemba suburb. (file) Source: AAP / DAN HIMBRECHTS/AAPIMAGE

Key Points
  • વિક્ટોરિયામાં સમયસર એમ્બ્યુલન્સ નહિ મળતા મૃત્યુ પામેલા લોકોના પરિવારોની પ્રીમિયરે માફી માંગી
  • પ્રથમ રસી પુરુષોમાં વધુ અસરકારક, નવા અભ્યાસનું તારણ
  • રોગચાળા દરમિયાન કેન્સર,ઉન્માદ અને ડાયાબિટીસના મૃત્યુ દરમાં વધારો નોંધાયો
મંગળવારે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 66 મૃત્યુ નોંધાયા હતા, જેમાં 27 ન્યૂ સાઉથ વેલ્સમાં, 25 વિક્ટોરીયામાં અને 8 ક્વિન્સલેન્ડમાં નોંધાયા હતા.

ફેડરલ લેબર સાંસદ ડૉ. માઇક ફ્રીલેન્ડરે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-૧૯ની લાંબા ગાળાની અસર એટલે લોંગ કોવિડને અપંગતા તરીકે ઓળખ આપવાની વિચારણા ચાલી રહી છે. અમેરિકા સહિત કેટલાક દેશોમાં લોંગ કોવિડને એક અલગ રોગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

ડૉ. ફ્રીલેન્ડર, કોવિડ-૧૯ની લાંબા ગાળાની અસર અને એક થી વધુ વાર ચેપ લાગવાની અસરો પર બેસાડવામાં આવેલી સંસદીય તપાસ સમિતિના અધ્યક્ષ છે.

ડૉ. ફ્રીલેન્ડરે એબીસીના આરએન બ્રેકફાસ્ટ કાર્યક્રમને જણાવ્યું કે લોંગ કોવિડની સારવાર માટે વિવિધ પાસાઓને આવરી લેતી મલ્ટિડિસિપ્લિનરી ક્લિનિકની જરૂર પડશે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટેની સારવાર ઉપરાંત નોકરી પર નહિ જઈ શકતા લોકોને હાઉસિંગ અને રોજગાર કે આવક માટે પણ મદદ પ્રદાન કરે.

કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા તથા તેની મૃત્યુ વિશેની માહિતી
વિક્ટોરિયામાં છેલ્લા બે વર્ષમાં એમ્બ્યુલન્સની રાહ જોતા મૃત્યુ પામેલા 33 લોકોના કુટુંબીજનોની પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુઝે વ્યક્તિગત માફી માંગી હતી.

શ્રી એન્ડ્રુઝે મૃત્યુ માટે રોગચાળા દરમિયાન ટોચે પહોંચેલા કેસના દિવસોમાં કટોકટી સેવાને મળતા મદદ માટેના કૉલ્સમાં વધારાને જવાબદાર ઠેરવ્યો છે.
ઓસ્ટ્રેલિયન અને આંતરરાષ્ટ્રીય સંશોધકોએ હાથ ધરેલ અભ્યાસનું તારણ કહે છે કે COVID-19ની પ્રથમ રસી પુરુષોમાં વધુ અસરકારક છે.

રિપોર્ટના મુખ્ય લેખક અને મેલબર્ન યુનિવર્સિટીના પ્રોફેસર કસાન્ડ્રા ઝોકેએ જણાવ્યું હતું કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં રસીની નકારાત્મક આડઅસરોનો અનુભવ કરવો વધુ સામાન્ય છે.

તેમણે કહ્યું "ખાસ કરીને, એસ્ટ્રાઝેનેકા અને જેન્સેન રસી લેતી સ્ત્રીઓમાં લોહી ગંઠાઈ જવાની ઘટનાઓ વધુ જોવા મળી હતી."

ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના તાજેતરના મૃત્યુદર અહેવાલ દર્શાવે છે કે કોવિડ રોગચાળો દરમિયાન કેન્સર, ઉન્માદ (ડિમેન્શિઆ) અને ડાયાબિટીસથી નોંધાયેલા મૃત્યુનો દર પણ વધ્યો છે.

ઑસ્ટ્રેલિયામાં જાન્યુઆરી અને મે વચ્ચે 75,593 મૃત્યુ નોંધાયા છે, જે પાછલા પાંચ વર્ષની સરેરાશ કરતાં 16.6 ટકા વધારે છે.

ડેટા દર્શાવે છે કે ડિમેન્શિઆ, ડાયાબિટીસ અને કેન્સરથી થતા મૃત્યુ અનુક્રમે 20.5 ટકા, 20 ટકા અને છ ટકા હતા.જે પાછલા પાંચ વર્ષની સરેરાશ કરતાં વધારે છે.

કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો,,

તમારી ભાષામાં માહિતી મેળવો

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 6 September 2022 2:29pm
Updated 6 September 2022 3:27pm
Presented by Nital Desai
Source: SBS


Share this with family and friends