COVID-19 અપડેટ:ઓસ્ટ્રેલિયામાં 69 મૃત્યુ, 1.5 મિલિયન રહેવાસીઓ માટે ચોથા ડોઝની ભલામણ

26મી મે 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Members of the Indigenous community are seen receiving a Covid-19 vaccine at a pop-up vaccination clinic at the National Centre of Indigenous Excellence in Redfern, Sydney, Saturday, September 4, 2021. (AAP Image/Dan Himbrechts) NO ARCHIVING

Source: AAP

ગુરુવારે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 69 મૃત્યુ નોંધાયા હતા. જેમાંથી 30 ન્યૂ સાઉથ વેલ્સમાં, 19  વિક્ટોરીયા તથા ક્વીન્સલેન્ડમાં નોંધાયા હતા.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં અગાઉ થયેલા 2 મૃત્યુ ગુરુવારે નોંધાયા હતા.

કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા તથા મૃત્યુ વિશે માહિતી મેળવો.
ઓસ્ટ્રેલિયન ટેક્નીકલ એડ્વાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશન (ATAGI) એ 16થી 64 વર્ષની ઉંમરના આરોગ્યલક્ષી સમસ્યા ધરાવતા તથા દિવ્યાંગ લોકો માટે શિયાળામાં કોવિડ-19નો બૂસ્ટર ડોઝ લેવા માટે અપીલ કરી છે. આ ડોઝ 30મી મેથી લઇ શકાશે.

ATAGI એ જણાવ્યું છે કે ત્રણ ડોઝ મેળવી લેનારા 16થી 64 વર્ષની ઉંમરના તંદુરસ્ત લોકોએ ચોથો અથવા શિયાળાનો બૂસ્ટર ડોઝ મેળવવો જરૂરી નથી. 

ATAGI ની ભલામણ બાદ વધુ 1.5 લોકોને ચોથા ડોઝ માટે આવરી લેવામાં આવશે.

હાલમાં, ચોથા ડોઝમાં, વધુ જોખમ ધરાવતા લોકો, 65 વર્ષથી મોટી ઉંમરના લોકો, એજ કેરના રહેવાસીઓ, ડિસેબિલિટી સુવિધામાં રહેતા લોકો, અગાઉથી જ આરોગ્યલક્ષી સમસ્યા ધરાવતા લોકો તથા ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના 50 કે તેથી મોટી ઉંમરના લોકોનો સમાવેશ થાય છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 26 May 2022 1:25pm
By SBS Gujarati
Source: SBS


Share this with family and friends