Feature

COVID-19 અપડેટ: વૈશ્વિક મૃત્યુમાં 15 ટકાનો ઘટાડો; કોવિડ અસરને પહોંચી વળવા એજકેરને અપાશે વધુ ભંડોળ

25 ઓગસ્ટ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

COVID19 AGED CARE ADF SUPPORT

Royal Australian Navy sailors speaking with Western Australia aged-care facility residents as part of Operation COVID-19 Assist. (AAP Image/Supplied by Australian Defence Force) Credit: LSIS ERNESTO SANCHEZ/PR IMAGE

Key Points
  • ઓસ્ટ્રેલિયન સરકાર એજકેરને 31 ડિસેમ્બર સુધી કરશે સહાય
  • મહામારી દરમિયાન અંગ પ્રત્યારોપણમાં ઘટાડો
  • અમેરિકાના પ્રમુખના પત્ની બીજીવાર કોવિડ પોઝિટીવ
ગુરુવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 43 લોકોના મૃત્યુ થયા છે જેમાં 29 ન્યૂ સાઉથ વેલ્સમાં અને 12 ક્વિન્સલેન્ડમાં નોંધાયા છે.

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશેની માહિતી મેળવો.

કોવિડ-19ની સીધી અસરને પહોંચી વળવા એજ કેર પ્રદાતાઓ માટે ઓસ્ટ્રેલિયન સરકારે વધારાનું ભંડોળ આપવાનું સુનિશ્ચિત કર્યુ છે.

સરકારે 31 ડિસેમ્બર સુધી રેસીડેન્શીયલ એજકેર હોમને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો અને RAT કિટનો પરવઠો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ એન્ડ વેલફેરના તાજેતરના અહેવાલ પ્રમાણે દેશમાં કોવિડ-19 મહામારીના કારણે અંગદાન અને પ્રત્યારોપણની પ્રવૃત્તિ પર નોંધપાત્ર અસર થઇ છે.

અહેવાલના આધારે 2019ની સરખામણીમાં 2020માં મૃતદાતાઓ તરફથી કિડની પ્રત્યારોપણમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત 2020ની સરખામણીમાં વર્ષ 2021માં 6.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ગત અઠવાડિયે અમેરિકાના પ્રમુખના પત્ની જીલ બાઇડન કોવિડ પોઝિટીવ થયા હતા. ત્યાર બાદ તેઓ ગત રવિવારથી આઇસોલેશનમાં હતા. હાલ ફરીથી તેઓએ કોવિડ પરિક્ષણ કર્યુ હતું, જેમાં ફરીથી કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જો કે, તેઓને હાલ કોવિડના કોઇ લક્ષ્ણો જોવા મળ્યા નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના અહેવાલ પ્રમાણે 21 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં નવા સાપ્તાહિક વૈશ્વક કોવિડ-19 કેસમાં નવ ટકાનો ઘટાડો થયો છે અને મૃત્યુઆંકમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જાપાન, કોરિયા, યુએસ, જર્મની અને રશિયામાં સૌથી વધુ વૈશ્વિક કેસ નોંધાયા છે.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ માહિતી મેળવો.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો.

વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો, check the latest travel requirements and advisories

તમારી ભાષામાં માહિતી મેળવો.

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 25 August 2022 2:28pm
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends