COVID-19 અપડેટ: કેસની સંખ્યા વધતા ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓને બૂસ્ટર ડોઝ લેવા આરોગ્ય મંત્રીની સલાહ

29મી જૂન 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

A drive through patient gets vaccinated at the new western health drive through Covid-19 vaccination centre in Melton.

A drive through patient gets vaccinated at the new western health drive through Covid-19 vaccination centre in Melton. Source: AAP Image

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી બુધવારે 32 મૃત્યુ નોંધાયા હતા.

જેમાં 20 મૃત્યુ ક્વીન્સલેન્ડમાં નોંધાયા હતા. જ્યારે ન્યૂ સાઉથ વેલ્સમાં 11 દર્દીઓએ કોવિડથી પોતાના જીવ ગુમાવ્યા હતા.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં અગાઉ નોંધાયેલા 4 મૃત્યુનો આજની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં બુધવારે 11607 કેસ નોંધાયા હતા. જે 19મી મે બાદ સૌથી વધુ દૈનિક કેસ છે.

ક્વીન્સલેન્ડમાં 5366 કેસનું નિદાન થયું છે

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 5921 કેસ નોંધાયા છે.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 1458 કેસનું નિદાન થયું છે જે છેલ્લા 4 મહિનામાં સૌથી વધુ દૈનિક કેસ છે.
ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રી માર્ક બટલરે લાયક હોય તેવા ઓસ્ટ્રેલિયન્સને કોવિડ-19 રસીનો ત્રીજો અથવા ચોથો બૂસ્ટર ડોઝ મેળવવા માટે વિનંતી કરી છે.

તેમણે ઉમેર્યું હતું કે, ઓછામાં ઓછી 3 રસી નહીં મેળવનારા લોકો ઓમીક્રોન સામે સુરક્ષિત નથી.

મંત્રી બટલરે માતા પિતાને પણ તેમના બાળકોને ફ્લુ સામે રસી આપવા વિનંતી કરી છે.

ફ્લુના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યામાં 60 ટકા દર્દીઓની ઉંમર 16 કે તેથી ઓછી છે.
સાઉથ ઓસ્ટ્રેલિયા કોવિડ-19 રસીકરણ કરતા કેટલાક કેન્દ્રો આગામી સમયમાં બંધ કરશે.

રહેવાસીઓને ક્લિનીકની મુલાકાત લીધા અગાઉ સાઉથ ઓસ્ટ્રેલિયા હેલ્થની વેબસાઇટ પરથી ક્લિનીક વિશે માહિતી મેળવવા જણાવવામાં આવ્યું છે.

વિક્ટોરીયામાં મફત ફ્લુ શોટ લેવાની અવધિ 30 જૂન સુધી વધારીને 10મી જુલાઇ કરવામાં આવી છે.

તાસ્મનિયામાં પણ 6 જુલાઇ સુધી રસી મેળવી શકાશે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 29 June 2022 1:54pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends