COVID-19 અપડેટ: દેશના મિલિયનથી વધુ રહેવાસીઓને ચેપ લાગી શકે, આરોગ્ય મંત્રીની ચેતવણી

13મી જુલાઇ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Passengers disembark the Coral Princess cruise ship as it docks at Circular Quay in Sydney, Wednesday.

Passengers disembark the Coral Princess cruise ship as it docks at Circular Quay in Sydney on Wednesday. Source: AAP Image/Bianca De Marchi

આજના કોવિડ-19ના સમાચારો પર એક નજર કરીએ તો,

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી બુધવારે 57 મૃત્યુ નોંધાયા હતા.

જેમાં 20 મૃત્યુ વિક્ટોરીયામાં, 15 ન્યૂ સાઉથ વેલ્સમાં તથા 12 ક્વીન્સલેન્ડમાં નોંધાયા હતા.

ન્યૂ સાઉથ વેલ્સમાં બુધવારે 10622 કેસ નોંધાયા હતા.

વિક્ટોરીયામાં પણ 11176 કેસનું નિદાન થયું છે.

ક્વીન્સલેન્ડમાં 5366 કેસનું નિદાન થયું છે

ક્વીન્સલેન્ડમાં 7517 તથા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 6880 કેસ નોંધાયા છે.
કેન્દ્રીય ટ્રેઝરરે કોવિડ-19ના કેસ વધી રહ્યા હોવા છતાં પણ પેન્ડેમિક લીવ પેમેન્ટ તથા કન્સેશન કાર્ડધારકો માટે મફત રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા સમાપ્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો.

વડાપ્રધાને જણાવ્યું હતું કે જો કન્સેશન કાર્ડધારકો જો મફત રેપીડ એન્ટીજન મેળવવા લાયક હોય તો તેઓ તે મેળવી શકે છે.

સરકારે કન્સેશન કાર્ડધારકો માટે 10 મફત રેપીડ એન્ટીજન ટેસ્ટ મેળવાની સુવિધા 31મી જુલાઇના રોજ સમાપ્ત થશે તેમ જણાવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી માર્ક બટલરે ચેનલ 7 ને જણાવ્યું હતું કે આગામી અઠવાડિયાઓમાં 10 લાખથી વધુ ઓસ્ટ્રેલિયન્સને કોવિડ-19નો ચેપ લાગી શકે છે.

તેમણે લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા સલાહ આપી હતી.

ત્રીજી ટર્મથી શાળાઓ લોકડાઉનમાં જશે કે કેમ તે અંગે કોઇ સલાહ ન મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.

બીજી તરફ, કોવિડના 118 ચેપ ધરાવતી ક્રૂઝ શીપ કોરલ પ્રિન્સેસ એક દિવસ માટે સિડની આવી પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે શિપમાં 118 પોઝીટીવ લોકો હતા. જેમાં 114 ક્રૂના સભ્યો તથા 4 પેસેન્જર્સનો સમાવેશ થાય છે.

પેસેન્જર્સને નેગેટીવ પરિણામ આવ્યા બાદ સિડનીમાં ઊતરાણને મંજૂરી આપવામાં આવી હતી.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 13 July 2022 2:24pm
Updated 13 July 2022 6:10pm


Share this with family and friends