COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં આઇસીયુ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી

14મી જૂનના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

A general view of Canterbury Hospital in Belmore, Sydney, Tuesday, August 17, 2021. NSW has reached a "disturbingly high" record of new local COVID-19 cases as the government extends support for tenants and landlords affected by lockdowns stretching past

A general view of Canterbury Hospital in Belmore, Sydney. (file) Source: AAP Image/Dan Himbrechts

મંગળવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી 25 દર્દીઓના મૃત્યુ થયા હતા. જેમાં 15 વિક્ટોરીયામાં, 6 ક્વિન્સલેન્ડમાં અને 3 ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયા હતા. 

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં અગાઉ થયેલા 6 મૃત્યુ મંગળવારે નોંધાયા હતા.

ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. અત્યારે રાજ્યમાં 1341 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

2જી જૂનથી આઇસીયુમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં પણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 93 સુધી પહોંચી છે જે મહામારીની શરૂઆતથી સૌથી મોટો આંક છે.

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશે  માહિતી મેળવો.
ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલિસે મલેશિયાના 2 નાગરિકોને ખોટી રીતે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટ મેળવવા બદલ ગુનો દાખલ કર્યો છે.

વિભાગના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન સિડનીની જોડી સોશિયલ મીડિયાના માધ્યમ મારફતે લોકોને પેમેન્ટ મેળવવામાં મદદ કરી રહી હતી.

કૂતરા સૂંઘ દ્વારા કોવિડ-19 નો ચેપ લાગ્યો છે કે કેમ તે જણાવી શકે તે માટે સાઉથ ઓસ્ટ્રેલિયામાં પાઇલટ પ્રોગ્રામ અમલમાં મૂકાયો છે.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 14 June 2022 2:11pm
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends