COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં સતત વધારો, વિક્ટોરીયા નિયંત્રણો હળવા કરશે

20મી જૂન 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

The exterior of St Vincent’s Hospital is seen at Darlinghurst in Sydney, Monday, December 27, 2021.  (AAP Image/Mick Tsikas) NO ARCHIVING

NSW has been seeing a rise in hospitalisation and ICU admissions over the past three weeks. (file) Source: AAP Image/Mick Tsikas

સોમવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી 11 મૃત્યુ નોંધાયા હતા. જેમાં 5 ન્યૂ સાઉથ વેલ્સમાં અને સાઉથ ઓસ્ટ્રેલિયામાં નોંધાયા હતા. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં અગાઉ નોંધાયેલા 2 મૃત્યુનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં હોસ્પિટલ તથા આઇસીયુમાં દાખલ દર્દીઓની સંખ્યામાં છેલ્લા 3 અઠવાડિયાથી સતત વધારો થઇ રહ્યો છે. સોમવારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કુલ સંખ્યા 1470 હતા. 2 જૂનના રોજ 1066 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા. 

આઇસીયુમાં દાખલ દર્દીઓની સંખ્યા આ સમયગાળામાં 28થી વધીને 58 થઇ ગઇ છ.

ક્વીન્સલેન્ડમાં પણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી છે.

કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુના આંકડા મેળવો.
એક અભ્યાસ પ્રમાણે, આ વર્ષના ફેબ્રુઆરી મહિના સુધીમાં ઓસ્ટ્રેલિયામાં 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના 17 ટકા લોકોને કોવિડ-19 ચેપ લાગી ચૂક્યો હતો.

વિક્ટોરીયામાં 24મી જૂન શુક્રવાર 11.59 વાગ્યાથી કોવિડ-19ના નિયંત્રણો હળવા થઇ રહ્યા છે.

પોઝીટીવ વ્યક્તિએ સાત દિવસ સુધી આઇસોલેટ થવું પડશે પરંતુ તે ઘરના સભ્યને શિક્ષણ કે નોકરીસ્થળે ઊતારવા જઇ શકે છે. 

તેઓ મેડિકલ કેર, કોવિડ ટેસ્ટ કે ઇમર્જન્સી સેવા માટે પણ ઘરમાંથી બહાર જઇ શકે છે.

વિક્ટોરીયામાં એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોએ ફેસ માસ્ક પહેરવું ફરજિયાત નથી. જોકે, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટેક્સી, ફ્લાઇટ, હોસ્પિટલ, કેર સુવિધામાં માસ્ક પહેરવું જરૂરી છે.

શિક્ષણ, ખાદ્યપદાર્થોની સેવા, મીટ, સીફૂડ પ્રોસેંગ તથા ક્વોરન્ટાઇન એકોમોડેશન સેક્ટરમાં કાર્ય કરતા કર્મચારીઓએ રસીનો ત્રીજો ડોઝ મેળવવો જરૂરી નથી.

જોકે, જરૂરીયાત ધરાવતી વ્યક્તિને સેવા આપતા કર્મચારીઓએ રસીના ત્રણ ડોઝ મેળવ્યા હોય તે જરૂરી છે. જેમાં રેસીડેન્સિયલ એજ કેર, ડિસેબિલિટી કેર, આરોગ્ય સુવિધા, જેલ, ઇમર્જન્સી સર્વિસ તથા પોલિસનો સમાવેશ થાય છે.

રેસિડેન્સિયલ એજ કેર, ડિસેબિલીટી કેરમાં મુલાકાતીઓની મર્યાદા હટાવવામાં આવશે. મુલાકાતીઓ નેગેટીવ રેપીડ એન્ટીજન ટેસ્ટ દર્શાવી સુવિધાની મુલાકાત લઇ શકે છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 20 June 2022 1:56pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends