Latest

COVID-19 અપડેટ: દેશમાં કેસની સંખ્યા 10 મિલિયનને પાર, રાષ્ટ્રીય કેબીનેટની બેઠકમાં આઇસોલેશન પર ચર્ચા

31 ઓગસ્ટ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

QLD COVID19 HOSPITALS TENTS

A COVID-19 testing centre at the Gold Coast University hospital in Southport. Source: AAP / JONO SEARLE/AAPIMAGE

Key Points
  • વિક્ટોરીયા ભાવી રોગચાળા સામે તૈયાર રહેવા નવા કેન્દ્રની સ્થાપના કરશે
  • કોવિડ-19ની સારવારની નવી રીતના સંશોધન માટે 31.5 મિલિયન ડોલરનું ભંડોળ
  • પેક્સલોવિડ વૃદ્ધોમાં હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનું જોખમ ઘટાડે છે – અભ્યાસ
બુધવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 65 લોકોના મૃત્યુ નોંધાયા છે. જેમાં 26 વિક્ટોરીયામાં, 22 ન્યૂ સાઉથ વેલ્સમાં અને 10 ક્વિન્સલેન્ડમાં નોંધાયા છે.

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશેની માહિતી મેળવો.

રાષ્ટ્રિય મંત્રીમંડળની બેઠકમાં હાલ કોવિડ પોઝિટીવ દર્દીઓ માટે આઇસોલેશનનો સમયગાળો સાત દિવસનો ઘટાડીને પાંચ દિવસનો કરવો કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે.

હેલ્થ સર્વિસ યુનિયનનું માનવું છે કે આઇસોલેશનો સમયગાળો કાઢી નાખવો જોઇએ.

વિક્ટોરીયા યુનિવર્સિટી ઓફ મેલબોર્નને ભાવી રોગચાળા સામે તૈયાર રહેવા નવા કેન્દ્ર સ્થાપવા માટે 75 મિલિયન ડોલર ફાળવશે.

કેનેડાના સેવાભાવી અને ઉદ્યોગપતિ જ્યોફ્રી કમિંગ આ કેન્દ્રને 250 મિલિયન ડોલરનું દાન આપશે. ઓસ્ટ્રેલિયન મેડિકલ રિસર્ચ માટે અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે.


ઓસ્ટ્રેલિયા કોવિડ-19ની સારવાર માટે નવી પધ્ધતિની શોધ અને તેનાથી થતી લાંબા ગાળાની અસરને સમજવા માટે સંશોધકોને 31.5 મિલિયન ડોલરનું ભંડોળ આપશે.

ઓસ્ટ્રેલિયાએ કોવિડ-19 કેસોમાં 10 મિલિયનનો આંકડો પાર કરી દીધો છે. 30 ઓગસ્ટ 2022ના રોજ બપોરના 3 વાગ્યા સુધીમાં દેશમાં 10,018,025 કોવિડ-19 ચેપગ્રસ્ત અને 13,834 જેટલા મૃત્યુ નોંધાયા હતા.

તમામ ચેપગ્રસ્ત દર્દીઓ અને મૃતકોની સરેરાશ ઉંમર અનુક્રમે 31 વર્ષ અને 81 વર્ષની છે.

ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલ એક નવો ઇઝરાયેલ અભ્યાસ દર્શાવે છે કે, એન્ટિવાયરલ દવા પેક્સલોવિડ, 65 કે તેથી વધુ વયના લોકોમાં હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 73 ટકા અને મૃત્યુનું જોખમ 79 ટકા ઘટાડે છે.

કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો,

તમારી ભાષામાં માહિતી મેળવો

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 31 August 2022 2:52pm
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends