COVID-19 અપડેટ: લગભગ 50 ટકા ઓસ્ટ્રેલિયન્સને કોરોનાવાઇરસનો ચેપ લાગી ચૂક્યો

27મી જુલાઇ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Actualización COVID-19: casi la mitad de la población australiana contrajo el virus antes de la ola actual, afirma un nuevo informe

Actualización COVID-19: casi la mitad de la población australiana contrajo el virus antes de la ola actual, afirma un nuevo informe Source: AAP Image/Con Chronis

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી બુધવારે 82 મૃત્યુ નોંધાયા હતા.

જેમાં 32 મૃત્યુ વિક્ટોરીયામાં, 20 સાઉથ ઓસ્ટ્રેલિયામાં, 20 ન્યૂ સાઉથ વેલ્સમાં તથા 19 ક્વીન્સલેન્ડમાં નોંધાયા હતા.

ન્યૂ સાઉથ વેલ્સમાં બુધવારે 16173 કેસ નોંધાયા હતા.

વિક્ટોરીયામાં પણ 12653 કેસનું નિદાન થયું છે.

ક્વીન્સલેન્ડમાં 8209 કેસનું નિદાન થયું છે
એક અભ્યાસ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં લગભગ અડધા જેટલા વયસ્ક લોકોને વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે.

નેશનલ સેન્ટર ફોર ઇન્યુનાઇઝેશન રીસર્ચ એન્ડ સર્વેલન્સ અને કિર્બી ઇન્સ્ટીટ્યૂટ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે 46 ટકા રહેવાસીઓને જૂન અગાઉ ચેપ લાગી ચૂક્યો હતો.

વિક્ટોરીયા, ન્યૂ સાઉથ વેલ્સ, ક્વીન્સલેન્ડ તથા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 18થી 29 વર્ષીય લોકોમાં 62 ટકા લોકોને ચેપ લાગ્યો છે.

ક્વીન્સલેન્ડમાં કોવિડ-19નો ચેપ લાગવાના કારણે એક બાળકનું નિધન થયું છે.

હોસ્પિટલમાં 23 મહિનાના બાળકનું મોત થયુ હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

રાજ્યના ડેપ્યુટી પ્રીમિયર સ્ટીવન માઇલ્સે પરિવારની ગોપનિયતાને ધ્યાનમાં રાખીને ઘટના અંગે વધુ માહિતી આપી નહોતી.

ક્વીન્સલેન્ડમાં હાલમાં 1023 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

માઇલ્સે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની હાલમાં ફરજિયાત માસ્ક અથવા અન્ય નિયંત્રણો અમલમાં મૂકવાની કોઇ યોજના નથી.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 27 July 2022 2:32pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends