COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયામાં નવા પ્રકારનો ચેપ નોંધાયો, વડાપ્રધાને નેશનલ કેબિનેટની બેઠક બોલાવી

15 જુલાઇ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

A los viajeros que lleguen a Australia desde Indonesia se les pedirá que caminen sobre alfombras sanitarias

A los viajeros que lleguen a Australia desde Indonesia se les pedirá que caminen sobre alfombras sanitarias Source: AAP Image/James Gourley

દેશમાં શુક્રવારે કોવિડ-19થી 66 મૃત્યુ નોંધાયા હતા.

જેમાં 20 ક્વીન્સલેન્ડમાં, 17 વિક્ટોરીયામાં, તથા 14 મૃત્યુ ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયા હતા.

ક્વીન્સલેન્ડ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તથા તાસ્મેનિયામાં કોવિડના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં શુક્વારે 12228 કેસ, વિક્ટોરીયામાં 10584 કેસનું નિદાન થયું હતું.

ક્વીન્સલેન્ડમાં 6336 ચેપ તથા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 6458 ચેપ નોંધાયા હતા.
દેશમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વડાપ્રધાને સોમવારે નેશનલ કેબિનેટની મિટીંગ બોલાવી છે.

તેમાં ત્રીજા ઓમીક્રોન વેવ અંગે ચર્ચા કરવામાં આવશે.

ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે 3 આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં બી.2.75 પ્રકારનો ઓમીક્રોન ચેપ નોંધ્યો છે.

આ પ્રકાર વિશ્વના 10 દેશોમાં નોંધાયો છે.

ન્યૂ સાઉથ વેલ્સ સરકાર રસી નહીં મેળવનારા લોકોને 18મી જુલાઇથી એજ કેરની મુલાકાત લેવા માટે પરવાનગી આપશે.

જોકે, એજ કેર સુવિધા તેમની જરૂરિયાત પ્રમાણે નિયમ અમલમાં મૂકી શકે છે. વિક્ટોરીયા અને ક્વીન્સલેન્ડમાં આ પ્રકારની ગોઠવણ છે.

ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ડોમિનીક પેરોટેયે અન્ય રાજ્યો અને ટેરેટરીના નેતાઓની માંગને સમર્થન આપીને કેન્દ્ર સરકારને કોવિડ-19 સપોર્ટ પેકેજ ફરીથી અમલમાં મૂકવા જણાવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે ફરજિયાત આઇસોલેશનની પરિસ્થિતિમાં જે કર્મચારી પાસે માંદગીની રજાઓ અથવા ઘરેથી કાર્ય કરવાની સુવિધા ઉપલબ્ધ ન હોય તેવા કર્મચારીઓ વેતન નહીં મેળવી શકે.

વડાપ્રધાને આ અંગે વધુ ચર્ચા કરવા માટે 18મી જૂનના રોજ બેઠક બોલાવી છે.

ડોમિનીક પેરોટેયે જણાવ્યું હતું કે, પેન્કેમીક સપોર્ટ અંગે તેઓ તમામ ચર્ચા કરવા માટે તૈયાર છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 15 July 2022 2:15pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends