COVID-19 અપડેટ: ચારમાંથી એક ઓસ્ટ્રેલિયને મહામારી દરમિયાન પ્રથમ વખત એકલતાનો અનુભવ કર્યો

29મી જુલાઇ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Telstra's Talking Loneliness report 46 per cent Australians felt lonelier during the lockdowns.

Telstra's Talking Loneliness report 46 per cent Australians felt lonelier during the lockdowns. Source: AAP Image/Diego Fedele

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી શુક્રવારે 157 મૃત્યુ નોંધાયા હતા.

જેમાં 107 મૃત્યુ વિક્ટોરીયામાં, 22 ન્યૂ સાઉથ વેલ્સમાં તથા 17 ક્વીન્સલેન્ડમાં નોંધાયા હતા.

વિક્ટોરીયન સરકારના જણાવ્યા પ્રમાણે, 107 મૃત્યુમાંથી 105 મૃત્યુનો અગાઉની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો.

રાજ્યમાં છેલ્લા પખવાડિયામાં દૈનિક મૃત્યુની સંખ્યા 19 છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં શુક્રવારે 14927 કેસ નોંધાયા હતા.

વિક્ટોરીયામાં પણ 10898 કેસનું નિદાન થયું છે.

ક્વીન્સલેન્ડમાં 9420 કેસનું નિદાન થયું છે

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 4423 ચેપ નોંધાયા છે.
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન કોવિડ-19થી 3593 મૃત્યુ નોંધાયા હતા. આ મૃત્યુ ડોક્ટર દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે.

ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે, જાન્યુઆરીથી 20,460 લોકોને કોવિડ-19નો ફરીથી ચેપ લાગી ગયો છે.

જેમાંથી 11,000 જેટલા લોકોને પ્રથમ ચેપના 90 દિવસની અંદર જ વાઇરસનો બીજી વખત ચેપ લાગી ચૂક્યો છે.

ઓસ્ટ્રેલિયામાં લગભગ બે તૃતીયાંશ લોકો એકલતાનો અનુભવ કરી રહ્યા છે તેવું સંશોધન થતા દેશના રહેવાસીઓને તેમના મિત્રો સાથે તથા સામાજિક રીતે એકબીજાને મળવા માટે જણાવવામાં આવી રહ્યું છે.

ટેલ્સ્ટ્રા દ્વારા જારી કરવામાં આવેલા Talking Loneliness રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ-19 મહામારી દરમિયાન 27 ટકા લોકોએ પ્રથમ વખત એકલતાનો અનુભવ કર્યો હતો.

જેના કારણે તેમની સામાજિક તથા માનસિક સ્વાસ્થ્ય પર અસર પહોંચી છે.

6થી 12 સપ્ટેમ્બર વચ્ચે યોજાયેલા ઓનલાઇન અભ્યાસમાં ઓસ્ટ્રેલિયાના 3000 લોકોએ ભાગ લીધો હતો.

બે તૃતીયાંશ લોકોએ નિયમીત પણે એકલતાનો અનુભવ કર્યો છે જ્યારે દર ચારમાંથી એક વ્યક્તિએ જણાવ્યું છે કે તેમની સાથે વાત કરવા માટે કોઇ અન્ય વ્યક્તિ નથી.

ટેલ્સ્ટ્રા તરફથી એલેક્સ બેડનોચે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં લોકો તેમના પ્રિયજનોને મળે તે જરૂરી છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 29 July 2022 2:00pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends