Latest

કોવિડ-19 અપડેટ- સંસદીય સમિતિ કોવિડ-૧૯ની લાંબા ગાળાની અસર અને ફરીથી ચેપની શક્યતાની તપાસ કરશે

5 સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

A child cries while getting the vaccine in the Northern Territory

Australian children under five with pre-existing health issues can receive Moderna's COVID-19 vaccine from today. Source: AAP

Key Points
  • કોવિડ-૧૯નું વધુ જોખમ ધરાવતા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો આજથી રસી મેળવી શકશે
  • નિષ્ણાંતો દ્વારા આઇસોલેશન અને મરજીયાત માસ્કના નિયંત્રણો હળવા કરવા સામે ચેતવણી
  • આઇસોલેશનના સમયગાળામાં ઘટાડા અંગે ચેતવણી આપતાં વિક્ટોરીયાના મુખ્ય આરોગ્ય અધિકારી
સોમવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 11 લોકોના મૃત્યુ નોંધાયા છે, જેમાં 4 વિક્ટોરીયામાં અને 2 ન્યૂ સાઉથ વેલ્સ અને 2 ક્વિન્સલેન્ડમાં નોંધાયા છે.

કેન્દ્રિય સંસદીય સમિતિ કોવિડ-19થી થતી આરોગ્ય, આર્થિક અને શૈક્ષિણ અસરોની તપાસ કરશે.

સમિતિના ઉપાધ્યક્ષ અને લિબરલ પાર્ટીના સાંસદ મેલિસા મેકિન્ટોશે જણાવ્યું હતું કે સમિતિ એવા લોકોને સાંભળવા માંગે છે કે જેઓ કોવિડ-૧૯ ચેપ લાગ્યા બાદ ઘણા લાંબા ગાળા સુધી તેની આડ અસરોથી પીડાઈ રહ્યા છે અથવા કોરોનાવાયરસથી ફરીથી સંક્રમિત થયા છે.

વિવિધ સંસ્થાઓ અને રહેવાસીઓ 18 નવેમ્બર સુધીમાં સમિતિ સાથે તેમના અનુભવો વહેંચી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશેની માહિતી મેળવો.
ઓસ્ટ્રેલિયાના અગ્રણી આરોગ્ય નિષ્ણાંતો નેન્સી બેક્સટર અને સી રૈના મેકીન્ટાયરે કોવિડ -19 આઇસોલેશનનો સમયગાળો સાત થી પાંચ દિવસ સુધી ઘટાડાવા અને ડોમેસ્ટીક ફ્લાઇટ્સમાં માસ્કના નિયમોને રદ્દ કરવા અંગે રાજકારણીઓની ટીકા કરી છે.

તેમણે જણાવ્યું હતુ કે આઇસોલેશનનો સમયગાળો ઘટાડવાના કારણે કાર્યસ્થળો અને શાળાઓમાં ચેપ વધુ ફેલાશે.

વધુમાં જણાવ્યું હતુ કે, જ્યારે નવો વેવ આવશે ત્યારે આઇસોલેશનનો સમયગાળો ટૂંકો હોવાથી કોવિડ-૧૯ ચેપગ્રસ્ત લોકો સકારાત્મક પરીક્ષણ કરનાર લોકોની સંભાળ રાખતા હશે તેથી લોકો વધુ બિમાર પડે તેવું જોખમ ઉભું થશે. વધુ લોકોને રજાઓ આપવી પડશે અને કાર્યકરોને ઝડપથી કામ પર પરત લાવવાનો હેતુ પૂરો થશે નહિ.

ધ એજ ન્યુઝપેપરને જણાવ્યા અનુસાર વિક્ટોરિયાના મુખ્ય આરોગ્ય અધિકારી પ્રોફેસર બ્રેટ સટને ચેતવણી આપી હતી કે આઇસોલેશનના સમયગાળામાં ઘટાડો કરવાથી વર્તમાન અને ભવિષ્યના કોવિડ વેવથી વિક્ટોરીયામાં કેસ, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર અને સતત વધારો થઇ શકે છે.

આજથી પાંચ વર્ષથી ઓછી આયુ ધરાવતા ઓસ્ટ્રેલિયન બાળકો કે જેઓ પહેલેથી જ આરોગ્યને લગતી સમસ્યાથી પીડાઇ રહ્યા છે તેઓ હવે મોર્ડેનાની કોવિડ-19 રસી મેળવી શકશે.

ઓસ્ટ્રેલિયન ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશનએ જણાવ્યું હતુ કે મોર્ડેનાની બાયવેલેન્ટ રસી કે જે કોવિડના મૂળ પ્રકાર અને ઓમિક્રોનના પેટાપ્રકાર બંને સામે રક્ષણ આપે છે તેની સમીક્ષા કરી રહી છે.

થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન( TGA) દ્વારા 29મી ઓગસ્ટે રસીને મંજૂરી મળી હતી. આ રસીને યુકે અને યુએસમાં પણ મંજૂરી મળી ગઇ છે.

કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો,,

તમારી ભાષામાં માહિતી મેળવો

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 5 September 2022 4:23pm
Updated 5 September 2022 4:28pm
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends