Latest

COVID-19 અપડેટ:પ્રતિરોધક રસીની ખરીદી અંગે પ્રોફેસર હોલ્ટને રજૂ કરી સમીક્ષા, કહ્યું વિશેષ પગલાં લેવાની જરૂર છે

27મી સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

VICTORIA CORONAVIRUS COVID19

A man receives a COVID-19 vaccine at the Royal Exhibition Building in Melbourne. (file) Source: AAP / DANIEL POCKETT/AAPIMAGE

Key Points
  • પ્રોફેસર જેન હોલ્ટનને 30 જૂનના રોજ કોવિડ-19 પ્રતિરોધક રસીની ખરીદી અને તેના વિતરણની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું
  • પ્રોફેસર હોલ્ટને આઠ ભલામણો કરી છે
  • આરોગ્ય પ્રધાન માર્ક બટલરની વિંનતી- ઓસ્ટ્રેલિયનોએ ઓમિક્રોન માટે ખાસ બૂસ્ટર ડોઝ લઇ લેવો જોઇએ
પ્રોફેસર જેન હોલ્ટને ભૂતપૂર્વ કેન્દ્ર સરકારે કોવિડ-19 કટોકટી દરમિયાન કોવિડ-19 પ્રતિરોધક રસીનો જથ્થો કેવી રીતે મેળવ્યો અને તેનું વિતરણ કેવી રીતે કર્યું તેની સમીક્ષા કર્યા બાદ આઠ ભલામણો કરી છે.

પ્રોફેસર હોલ્ટને તેમના અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે પ્રતિરોધક રસી અને સારવાર માટે શરૂઆતના તબક્કામાં જે ખરીદી કરવામાં આવી હતી તે વૈશ્વિક બજારમાં ચાલતી સ્પર્ધાઓ દરમિયાન થઇ હતી.

ભૂતપૂર્વ સરકારના બચાવમાં ભૂતપૂર્વ આરોગ્ય સચિવે ઉમેર્યું હતું કે તે સમયે વૈશ્વિક સ્તરે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી માંદગી અને મૃત્યુનું દર ઓછું હતું તેનું કારણ હતું કે આપણે પહેલેથી પ્રતિરોધક રસીનો પુરવઠો સુરક્ષિત કરી લીધો હતો.

પ્રોફેસર હોલ્ટને કહ્યું કે તેમની ટીમે તારણ કાઢ્યું હતું કે સારવાર માટે મહામારીના શરૂઆતના સમયમાં મુકવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓને વધુ અદ્યતન કરવાની જરૂર છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે કોવિડ મહામારી પૂર્વેની રચનાઓ અને પ્રક્રિયાઓ કટોકટીને પહોંચી વળવા માટે પરીપૂર્ણ ન હતી.

તેઓએ ભવિષ્યની વાત કરતા કહ્યું હતું કે, કોવિડ-19ના જે અલગ અલગ પ્રકારો આવી રહ્યા છે તેની શક્યતાને ધ્યાનમાં રાખીને સલાહ સુચનો કરીને નવું માળખું અને આદેશો જાહેર કરવાની જરૂર પડશે.
પ્રોફેસર હોલ્ટનની વાતને ધ્યાનમાં રાખીને આરોગ્ય પ્રધાન માર્ક બટલરે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર હવેથી કોવિડ-19ના સંચાલન માટે લાંબાગાળાની વ્યૂહરચના ભાગરૂપે ભલામણોને કાળજીપૂર્વક ધ્યાનમાં લેશે.

સોમવારે પત્રકારોને સંબોધતા આરોગ્ય પ્રધાન માર્ક બટલરે ઓસ્ટ્રેલિયનોને વિનંતી કરી છે કે ઓમિક્રોન માટે ખાસ બૂસ્ટર ડોઝ લેવાની રાહ ન જોવી જોઇએ.

"હું ઓસ્ટ્રેલિયન લોકોને કહું છું કે હવે તમારા માટે બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ છે તે લઇ લો, તે બધા ખૂબ જ અસરકારક છે, ખાસ કરીને ગંભીર રોગોને રોકવા માટે." આરોગ્ય પ્રધાને કહ્યું .

પર્થ રોયલ શોની મુલાકાત લેતા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાવાસીઓ માટે ગેટ નંબર 1 અને 10 અને શો ગ્રાઉન્ડ ટ્રેન સ્ટેશનના ગેટ પર મફત RTA ઉપલબ્ધ હશે.

કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવ

વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો,

તમારી ભાષામાં માહિતી મેળવો 

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 28 September 2022 11:13am
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends