COVID-19 અપડેટ: ક્વીન્સલેન્ડમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારા વચ્ચે નિયંત્રણો હળવા થશે

24મી જૂન 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

People are seen lined up to receive a vaccination for COVID-19 at the Boondall mass vaccination hub in Brisbane, Saturday, September 18, 2021. Queenslanders aged 12 and over are urged to make the most of a state-wide vaccination blitz this weekend, with 3

People are seen lined up to receive a vaccination for COVID-19. Source: (AAP Image/Darren England

ગુરુવારે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 45 મૃત્યુ નોંધાયા હતા. જેમાં 20 વિક્ટોરીયામાં, 14 ન્યૂ સાઉથ વેલ્સમાં તથા 6 મૃત્યુ ક્વીન્સલેન્ડમાં નોંધાયા હતા.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં અગાઉ નોંધાયેલા મૃત્યુનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ક્વિન્સલેન્ડ અન્ય રાજ્યોની જેમ કોવિડ-19ના બાકી રહેલા પ્રતિબંધો હટાવવા પર કાર્ય કરી રહ્યું છે. જેમાં કર્મચારીઓને ફરજિયાત રસીકરણ જેવા નિયમોનો સમાવેશ થાય છે.

શાળા, ચાઇલ્ડકેર, જેલ તથા એરપોર્ટ પર કાર્ય કરતા કર્મચારીઓએ હવે કોવિડ-19ની રસી મેળવવી જરૂરી નથી.

આ ઉપરાંત,જેલ, એજ કેર તથા ડિસેબિલીટી કેર જેવી સુવિધામાં મુલાકાત માટે રસીનો નિયમ હટાવવામાં આવશે.

આરોગ્યુ સુવિધા, હોસ્પિટલ, એજ કેર, ડિસેબિલીટી કે જેવી સુવિધામાં કાર્ય કરતા કર્મચારીઓ માટે રસી લેવી જરૂરી રહેશે.

નવા નિયમો ગુરુવાર 30મી જૂનથી અમલમાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

શુક્રવારે કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 522 સુધી પહોંચી હતી.

પ્રીમિયર એનાસ્તાશિયા પેલાશયે જણાવ્યું હતું કે, નોકરીદાતા તેમના કર્મચારીઓના રસીકરણ અંગે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.

ન્યૂ સાઉથ વેલ્સ આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, 18મી જૂને સમાપ્ત થયેલા અઠવાડિયાના રીપોર્ટ અનુસાર કોવિડના BA.4 અને BA.5 પ્રકારના ચેપના નમૂનાની સંખ્યા 23થી વધીને 31 થઇ છે.

રાજ્યમાં નોંધાયેલા 77 મૃત્યુમાંથી ફક્ત 56 એટલે કે 73 ટકા લોકોએ રસીનો ત્રીજો ડોઝ મેળવ્યો હતો.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 24 June 2022 1:54pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends