Latest

COVID-19 અપડેટ: ક્વિન્સલેન્ડના શિક્ષકો અને શાળાકર્મીઓને ફટકો- રસીકરણ ન કરાવનારનો થશે પગાર ઘટાડો

24 ઓગસ્ટ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

ANNASTACIA PALASZCZUK SCHOOLS

Queensland Premier Annastacia Palaszczuk (centre) visits a high school in Ipswich. (file) Source: AAP / DAN PELED

Key Points
  • નવેમ્બરમાં કોરોનાની બીજી લહેર સામે લડવા તૈયારી કરતું દક્ષીણ ઓસ્ટ્રેલિયા
  • હવાઇ મુસાફરોની સંખ્યા હજુ પણ રોગચાળા પૂર્વેના સ્તરથી નીચે
  • BA.5ના પેટાપ્રકાર સામે રક્ષણ આપતી મોડર્ના રસીની મંજૂરી માટે કરાઇ અરજી
બુધવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 60 લોકોના મૃત્યુ નોંધાયા હતા, જેમાં ક્વિન્સલેન્ડમાં 29, ન્યૂ સાઉથ વેલ્સમાં 14 અને વિક્ટોરીયામાં 10નો સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશેની માહિતી મેળવો.


ક્વિન્સલેન્ડ સરકારે 54000 સરકારી શાળાના શિક્ષકો અને શાળાકર્મીઓમાંથી 900 લોકોને પત્ર લખી જણાવ્યું છે કે રસી ન લેવાના કારણે તેઓનો “નાના પાયે કામ ચલાઉ” પગાર ઘટાડો કરાશે.

કેન્દ્રિય એજકેરના મંત્રી એનિકા વેલ્સે નાઇન ટુડેના પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે શિક્ષકો તેમના રસી નહિ લેવાના નિર્ણય પર આવનારા પરિણામોનો સામનો કરી રહ્યા છે.

દક્ષિણ ઓસ્ટ્રેલિયાના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યને નવેમ્બર માસમાં વધુ એક કોવિડ-19ની લહેરનો સામનો કરવો પડી શકે છે.

સિડની એરપોર્ટના મુખ્ય સત્તાધિકારી જેફ કલબર્ટ કહે છે કે હજુ પણ મુસાફરોની સંખ્યા મહામારી પહેલાંના સ્તરે પહોંચી નથી.

આંકડાના આધારે સિડની એરપોર્ટ પર 2019ના જુલાઇ મહિના અને 2022ના જુલાઇ મહિનામાં સ્થાનિક મુસાફરોની સંખ્યામાં 15.5 ટકાનો ઘટાડો જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં 42.2 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Pfizer બાદ, હવે ઓમીક્રોના BA.5 પેટાપ્રકારની સામે રક્ષણ આપતી મોડર્નાની રસીની મંજૂરી મેળવવા માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને અરજી કરવામાં આવી હતી.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ માહિતી મેળવો.

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો
ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો.

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો,

તમારી ભાષામાં માહિતી મેળવો.

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 24 August 2022 3:16pm
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends