COVID-19 અપડેટ: સાઉથ ઓસ્ટ્રેલિયામાં કેસની સંખ્યા વધે તેવી શક્યતા, ઓસ્ટ્રેલિયામાં 61 મૃત્યુ નોંધાયા

22મી જૂન 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

South Australia is preparing for a new wave that could take the daily COVID-19 cases to between 4000 and 5000 over the next two months.

South Australia is preparing for a new wave that could take the daily COVID-19 cases to between 4000 and 5000 over the next two months. Source: AAP Image/David Mariuz

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી બુધવારે 61 મૃત્યુ નોંધાયા હતા.

જેમાં 26 મૃત્યુ ન્યૂ સાઉથ વેલ્સમાં તથા 24 મૃત્યુ વિક્ટોરીયામાં નોંધાયા હતા.

ક્વીન્સલેન્ડમાં 6 દર્દીઓના કોવિડ-19થી મૃત્યુ થયા હતા.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં અગાઉ નોંધાયેલા 2 મૃત્યુનો આજની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં બુધવારે 9472 કેસ નોંધાયા હતા.

વિક્ટોરીયામાં 7769 તથા ક્વીન્સલેન્ડમાં 4802 કેસનું નિદાન થયું હતું.

ક્વીન્સલેન્ડમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યમાં હાલમાં 497 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સાઉથ ઓસ્ટ્રેલિયામાં આગામી દિવસોમાં કેસની સંખ્યા વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અધિકારીઓના માનવા પ્રમાણે આગામી 2 મહિનામાં દૈનિક 4000થી 5000 કેસ નોંધાઇ શકે છે. હાલમાં રાજ્યમાં સરેરાશ દૈનિક કેસની સંખ્યા 2500 જેટલી છે.

બીજી તરફ, ક્વોન્ટાસે અમેરિકા, યુનાઇટેડ કિંગડમ તથા યુરોપના વિવિધ દેશોમાં જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં માસ્ક પહેરવાનો નિયમ હટાવ્યો છે

પરંતુ, ડોમેસ્ટિક ફ્લાઇટ અને અન્ય દેશોમાં જતી ફ્લાઇટમાં માસ્ક પહેરવું ફરજિયાત છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 22 June 2022 1:54pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends