Latest

COVID-19 અપડેટ: વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં નિયમોમાં મોટા ફેરફાર;વડાપ્રધાને આઇસોલેશનના નિર્ણયનો બચાવ કર્યો

2જી સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

 PUBLIC TRANSPORT

Commuters at a train station. Source: AAP / DAN HIMBRECHTS/AAPIMAGE

Key Points
  • ખાનગી આરોગ્ય કર્મચારીઓ માટે રસીકરણ ફરજીયાત નહીં- ક્વિન્સલેન્ડ
  • ઓમીક્રોનના મૂળ વાઇરસ અને B.A1 બંને પ્રકારો સામે રક્ષણ આપતી રસીને માન્યતા
  • સાપ્તાહિક કેસ અને મૃત્યુમાં ઘટાડો – વિશ્વ આરોગ્ય સંસ્થા
શુક્રવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ -19ના કારણે 58 લોકોના મૃત્યુ નોંધાયા છે, જેમાં 21 ન્યૂ સાઉથ વેલ્સમાં અને 17 વિક્ટોરીયામાં નોંધાયા છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ માસ્ક પહેરવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. ટેક્સી અને રાઇડશેર સહિતના જાહેર પરિવહનમાં માસ્ક પહેરવું મરજીયાત કરનાર પશ્ચિમ ઓસ્ટ્રેલિયા પ્રથમ રાજ્ય બન્યું. નિયમોમાં ફેરફાર 9મી સપ્ટેમ્બરથી અમલમાં મુકાશે.

જો કે, ઉચ્ચ જોખમ ધરાવતી જગ્યાઓ જેમ કે, હોસ્પિટલ, જેલ, એજ કેર અને ડિસએબીલીટી કેરમાં માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે.

આજ (2જી સપ્ટેમ્બર)થી રાજ્યમાં એજ કેર અને ડિએસબીલીટી કેરમાં મુલાકાતના કલાકોની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

ક્વિન્સલેન્ડમાં ખાનગી આરોગ્ય કર્મચારીઓ માટે હવે કોવિડ-19 રસીકરણ ફરજીયાત રહ્યું નથી.

જોકે, એજ કેર અને ડિસએબીલીટી કેરમાં કામ કરતા કર્મચારીઓનું રસીકરણ થયેલું હોવું જરૂરી છે.

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશેની માહિતી મેળવો.
વડાપ્રધાન એન્થની એલ્બનિઝીએ 1લી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રિય કેબિનેટની બેઠકમાં કોવિડ-19ના આઇસોલેશનના સમયગાળામાં કરવામાં આવેલા ઘટાડાનો બચાવ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એબીસી ન્યૂઝ બ્રેકફાસ્ટને કહ્યું હતુ કે તે નિર્ણય તમામ રાજ્યો અને પ્રદેશોના સમર્થન સાથે લેવાયેલો જરૂરી નિર્ણય હતો.

થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન(TGA)એ મોર્ડનાની બાઇવેલેન્ટ કોવિડ-19 રસીને કામચલાઉ મંજૂરી આપી છે. આ રસી કોવિડ-19ના મુખ્ય પ્રકાર અને ઓમિક્રોનના BA.1 પ્રકારની સામે રક્ષણ આપે છે.

આ બૂસ્ટર ડોઝનો ઉપયોગ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ કરી શકશે.

પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે બાયવેલેન્ટ રસી મૂળ સ્પાઇકવેક્સ રસી કરતા ઓમિક્રોનના પેટાપ્રકાર જેવાં કે BA.4 અને BA.5 સામે વધુ રોગ પ્રતિકાર શક્તિ વિકસાવે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના સાપ્તાહિક અહેવાલમાં નોંધાયું છે કે 28 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં નવા વૈશ્વિક કોવિડ-19ના કેસ અને મૃત્યુમાં અનુક્રમે 16 ટકા અને 13 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો,,

તમારી ભાષામાં માહિતી મેળવો

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 2 September 2022 2:55pm
Updated 2 September 2022 3:18pm
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends