Latest

COVID-19 આરોગ્ય અધિકારીની ચેતવણી : ઘટતી રોગપ્રતિકારક શક્તિથી નવા પ્રકારને પ્રવેગ મળી શકે છે

19મી સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

VICTORIA CORONAVIRUS COVID19

A worker hands out a surgical mask to a passenger at Southern Cross Station in Melbourne. (file) Source: AAP / JOEL CARRETT/AAPIMAGE

Key Points
  • સપ્ટેમ્બર મહિના પછી કોવિડ-19 પગલાં માટે વધારાના 1.4 બિલિયન ડોલર ખર્ચ કરવામાં આવશે
  • વિક્ટોરિયાએ જાહેર પરિવહન પર ફેસ માસ્ક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુસાફરોને 100 થી વધુ દંડ ફટકાર્યો
સોમવારે, આરોગ્ય અધિકારી માર્ક બટલરે જણાવ્યું હતું કે એલ્બનીઝી સરકાર કોવિડ-19 મહામારીનો સામનો કરવા વધુ 1.4 બિલિયન ડોલર ખર્ચ કરી રહી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-19ના પ્રતિભાવમાં લેવાયેલા પગલાં 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે.

આ પહેલા તે 30મી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાના હતા.

1.4 બિલિયન ડોલરમાંથી 840 મિલિયન ડોલર એજ કેર સપોર્ટ પ્રોગ્રામ અને 48 મિલિયન ડોલર GPની આગેવાની હેઠળ ચાલતા રેસ્પિરેટરી ક્લિનિક્સ માટે ફાળવવામાં આવશે.

એજકેર, પ્રાઇમરી કેર, ડિસએબિલીટી કેર, ફર્સ્ટ નેશન્સ હેલ્થ સર્વિસીસ અને ફ્ન્ટલાઇન હેલ્થ કેર કામદારો માટે PPE, સારવાર અને RAT ખરીદવા માટે અન્ય 235 મિલિયન ડોલર ખર્ચ કરવામાં આવશે.

માર્ક બટલરે જણાવ્યું હતું કે જુલાઇના અંતમાં કેસની સંખ્યા જે ટોચ પર હતી તેમાં 85 ટકાનો ઘટાડો થયો છે, હોસ્પિટલમાં દાખલ થવામાં લગભગ 70 ટકાનો ઘટાડો થયો છે.

વધુમાં ઉમેર્યુ હતુ કે અત્યારે રોગચાળામાંથી પસાર થઇ રહેલી એજ કેર સુવિધાઓની સંખ્યા પા ભાગથી વધુ નીચે છે અને મૃત્યુદર અડધાથી વધુ નીચે છે.
વિક્ટોરિયાના મુખ્ય આરોગ્ય અધિકારી બ્રેટ સટ્ટને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે બીજી બૂસ્ટર અથવા ચોથી રસી કોવિડ-19થી મૃત્યુનું જોખમ ચાર ગણું ઓછું કરે છે.

તેઓએ લખ્યું હતું કે હવે જુદા અને બાયવેલેન્ટ બૂસ્ટર્સ વિકસાવવામાં આવી રહ્યા છે પરંતુ સપષ્ટ સંદેશો છે કે કોઈ પણ ઉપલભ્ધ રસી લઇ લેવી.

રવિવારે સટને જણાવ્યું હતું કે ભવિષ્યના કોવિડ-19ના પ્રકારો ભૂતકાળના પ્રકારો જેટલા ગંભીર નહીં હોય.

ચેતવણી આપતા તેઓએ કહ્યું હતું કે હવે જે કોવિડ-19ની લહેર આવશે તે કોઇ ચોક્કસ નવા પ્રકારના ચેપ કરતાં ક્ષીણ થતી સંકર રોગપ્રતિકારક શક્તિ (તાજેતરના ચેપ+ રસીકરણ) દ્વારા પ્રેરિત થઇ શકે છે. કોઇ ભૂલ કરશો નહીં, નવો પ્રકાર ચોક્કસ આવશે.

AAPએ અહેવાલ આપ્યો છે કે વિકોટરિયાએ રાજ્યાના જાહેર પરિવહન પર ફેસ માસ્ક નિયમોનું પાલન ન કરવા બદલ મુસાફરોને 100થી વધુ દંડ અને 181,000 ચેતવણીઓ આપી છે.

કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિત

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવ

વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો,
તમારી ભાષામાં માહિતી મેળવો

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 19 September 2022 3:07pm
Updated 19 September 2022 3:20pm
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends