COVID-19 અપડેટ: ઓસ્ટ્રેલિયામાં એરપોર્ટ પર માસ્કના નિયમો હળવા થશે

15મી જૂન 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

The NT has become the first Australian jurisdiction to end mandatory face masks at airport terminals following recommendations from the Australian Health Protection Principal Committee (AHPPC).

The Northern Territory has become the first Australian jurisdiction to end mandatory face masks at airport terminals from 18 June. (file) Source: AAP Image/Bianca De Marchi

બુધવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી 54 દર્દીઓના મૃત્યુ થયા હતા. જેમાં 18 વિક્ટોરીયામાં, 14 ન્યૂ સાઉથ વેલ્સમાં, 13 ક્વિન્સલેન્ડમાં નોંધાયા હતા.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં અગાઉ નોંધાયેલા 3 મૃત્યુનો પણ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં કોવિડ-19થી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી છે. હાલમાં 97 લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

જે મહામારીની શરૂઆતથી સૌથી મોટો આંક છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના 7260 કેસ તથા વિક્ટોરીયામાં 8687 કેસ નોંધાયા છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 6262 કેસનું નિદાન થયું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાને કોવિડ-19 ટેક્નિકલ લીડ ડો મારિયા વાન કેરકોવે જણાવ્યું હતું કે, મહામારી હજી સમાપ્ત થઇ નથી.

નોધર્ન ટેરેટરીએ જાહેર આરોગ્યની ઇમર્જન્સી બુધવાર 15મી જૂન 11.59 વાગ્યાથી સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. જોકે, કોવિડ-19 પોઝીટીવ વ્યક્તિના આઇસોલેશન, નજીકના સંપર્ક તથા માસ્ક અંગેનો નિયમ અમલમાં રહેશે.

એરપોર્ટ ટર્મિનલ પર માસ્ક પહેરવાના નિયમને હટાવનારું નોધર્ન ટેરેટરી ઓસ્ટ્રેલિયાનો પ્રથમ પ્રદેશ બન્યો છે. 

ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રોટેક્શન પ્રિન્સિપલ કમિટી દ્વારા ભલામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યોમાં પણ આ પ્રમાણે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જોકે, તે માટે તેમણે જાહેર આરોગ્ય સાથે સંકળાયેલા કેટલાક નિયમો ઉઠાવવા પડશે.

ઓસ્ટ્રેલિયાના થેરાપ્યુટીક ગુડ્સ એડમિનિસ્ટ્રેશને 18 કે તેથી મોટી ઉંમરના લોકો માટે નોવાવેક્સના બૂસ્ટર ડોઝને કામચલાઉ ધોરણે મંજૂરી આપી છે.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 15 June 2022 1:47pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends