Latest

COVID-19 અપડેટ- ઓસ્ટ્રેલિયામાં મહામારીના સંચાલન પર તપાસનું વચન, બ્રિટને ઓમિક્રોનની પહેલી રસીને માન્યતા આપી

16 ઓગસ્ટ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

ANTHONY ALBANESE COVID VACCINATION

Australian Prime Minister Anthony Albanese receiving his fourth vaccine dose in Sydney. (file) Source: AAP / DEAN LEWINS/AAPIMAGE

Key Points
  • નાની ઇમરજન્સી માટે ઓસ્ટ્રેલિયા 50 તાત્કાલિક કેર ક્લિનીક્સ શરૂ કરશે
  • ભૂતપૂર્વ વડાપ્રધાન સ્કોટ મોરિસને તેઓની ગુપ્ત નિયુક્તિનો બચાવ કરે છે
  • Pfizer ના વડા આલ્બર્ટ બૌરલા કોવિડ પોઝીટીવ
મંગળવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 73 મૃત્યુ નોંધાયા હતા. જેમાં, ન્યૂ સાઉથ વેલ્સમાં 24, વિક્ટોરીયામાં 20 અને ક્વિન્સલેન્ડમાં 17 મૃત્યુ નોંધાયા હતા.

કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા તથા મૃત્યુ વિશેની માહિતી .
આરોગ્ય મંત્રી માર્ક બટલરે 10 ન્યૂઝ ફર્સ્ટને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયમાં 50 ઇમરજન્સી કેર ક્લિનીક્સ શરૂ થશે, આ ક્લિનીક્સ ગંભીર કે જાનલેવા નહિ એવી નાની ઇમરજન્સીની પરિસ્થિતિમાં બલ્ક બિલી સાથેની સેવા આપશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મેલબર્નમાં મર્ડોનાની નવી mRNA સુવિધા દર વર્ષે 100 મિલિયન રસીના ડોઝ ઉત્પાદન કરશે.
શ્વસનને લગતાં રોગને ટાંકતા કહ્યું કે શ્વસનને લગતી જે બિમારીઓ છે તેના માટે પણ જરૂરી રસીનું ઉત્પાદન કરાવવા માટે કંપની સાથે વાટાઘાટો કરશે.

વડાપ્રધાન એન્થની એલ્બનીઝીએ પુષ્ટિ કરી કે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્કોટ મોરિસનને કોવિડ -19 મહામારી દરમિયાન આરોગ્ય સહિત ઓછામાં ઓછા પાંચ પોર્ટફોલિયોમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

એલ્બનીઝીએ કહ્યું હતું કે એકવાર દેશમાંથી રોગચાળો જાય પછી કોવિડ-19 દરમ્યાન અલગ અલગ સંજોગોમાં કેવી રીતે સંચાલન થતું હતું તેની યોગ્ય તપાસ કરશે.

સ્કોટ મોરિસને સિડનીના 2GB રેડિયો સ્ટેશનને કહ્યું કે આ નિમણૂંકો “ કોવિડ-19થી અસમર્થતા સામે રક્ષણ” તરીકે કરવામાં આવી હતી.
બ્રિટને મોડર્નાની રસીને અપડેટ કરીને નવી રસીને માન્યતા આપી છે, જે કોવિડના પહેલા અને ઓમિક્રોન એમ બંને પ્રકારોની સામે રક્ષા કરશે. આ રસીનો ઉપયોગ 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં થઇ શકે છે.

Pfizer ના વડા આલબર્ટ બૌરલાનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

આલબર્ટે Pfizer રસીના તમામ ચાર ડોઝ લીધા છે, તેઓને કોવિડ-19ના ખૂબ જ ઓછા લક્ષણો છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે એન્ટિવાયરલ દવા પેક્સલોવિડનો ઉપયોગ કરી રહ્યા છે.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ માહિતી મેળવો.

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો.

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો,

તમારી ભાષામાં માહિતી મેળવો.

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 16 August 2022 3:55pm
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends