Latest

સાવધાન- કોવિડ-19ની નવી લહેર આવી રહી છે, NSW અને વિક્ટોરીયામાં નવા કેસમાં નોંધાપાત્ર ઉછાળ

4થી નવેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

VICTORIA CORONAVIRUS COVID19

Passengers wearing face masks at Southern Cross Station in Melbourne. (file) Source: AAP / JOEL CARRETT/AAPIMAGE

Key Points
  • નેશનલ સ્ટડીનો દાવો છે કે ઓસ્ટ્રેલિયામાં બે તૃતિયાંશ જેટલા બાળકોને કોવિડ થઇ ચુક્યો છે
  • કોવિડની રસીના કારણે માસિક ચક્રમાં અસર જોવા મળી છે – આરોગ્ય વિભાગ
  • વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ક્વીન્સલેન્ડે કોવિડ-19 કટોકટીની સ્થિતી સમાપ્ત કરી દીધી
શુક્રવારે, ઓસ્ટ્રેલિયાના મોટાભાગના રાજ્યો અને પ્રદેશોમાં નવા સાપ્તાહિક કોવિડ-19 કેસમાં મોટો ઉછાળ નોંધાયો છે.

NSWમાં નવા કેસ 10,050થી વધીને 12,450 નોંધાયા છે. જે અગાઉના સપ્તાહ કરતાં 24 ટકાનો વધારો દર્શાવે છે.

તેવી જ રીતે, વિક્ટોરિયામાં પણ 8,537થી વધીને 10,226 કેસ નોંધાયા છે, જેમાં લગભગ 20 ટકાનો વધારો નોંધાયો છે.
ગુરુવારે, NSWના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. કેરી ચેન્ટે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી સપ્તાહોમાં કેસમાં વધારો થઇ શકે છે.

તેમણે વિડીયો થકી જણાવ્યું હતું કે, કેસની સંખ્યામાં વધારો સૂચિત કરે છે કે આપણે કોવિડ-19ની નવી લહેરમાં પ્રવેશી રહ્યા છીએ.

ગયા અઠવાડિયે, વિક્ટોરિયાના ચીફ હેલ્થ ઓફિસર બ્રેટ સટ્ટને પણ નવી લહેર વિશે જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે વિક્ટોરિયા "COVID-19ની નવી લહેરની શરૂઆતમાં" છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રી માર્ક બટલરે કહ્યું કે ડૉ. કેરી ચેન્ટે સલાહ આપી સમયસર યાદ કરાવ્યું કે આપણે બૂસ્ટર લઇ લેવો જોઇએ અને તાકીદે રસીકરણ પણ કરાવી લેવું જોઇએ.

તેમણે કહ્યું કે હાલમાં સાત દિવસના સરેરાશ કોવિડ કેસની સંખ્યા જુલાઇ મહિનાના ટોચના દસમા ભાગ કરતા ઓછી છે. જો કે, છેલ્લા સપ્તાહમાં લગભગ બે ટકાનો વધારો જોવા મળ્યો હતો.

એક રાષ્ટ્રીય અભ્યાસ પ્રમાણે, દેશમાં ઓછામાં ઓછા બે તૃતીયાંશ ઓસ્ટ્રેલિયન બાળકો કોવિડ-19નો શિકાર બની ગયા છે.

ચેપી રોગના નિષ્ણાંત NCIRS અને બાળરોગ અભ્યાસના અગ્રણી ડૉ. અર્ચના કોઇરાલાએ જણાવ્યું હતું કે આ વાઈરસ માટે નાક અને ગળાના સ્વેબ પરીક્ષણના આધારે નોંધાયેલા કેસની સંખ્યા બમણા કરતાં વધુ છે.

તેઓએ કહ્યું હતું કે, ઘણા બાળકોમાં હળવા અથવા તો કોઇ લક્ષણો જોવા ન મળતા વાઈરસ માટે પરીક્ષણ કરવામાં આવ્યું ન હોય તેવી સંભાવના છે.
થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) એ મૂળ વાઈરસ અને Omicron ના BA.1ના પેટાપ્રકારની સામે રક્ષણ આપે તેવી Pfizerની બાયવેલેન્ટ COVID-19 રસીને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી છે.

ઓસ્ટ્રેલિયન ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન હવે તે રસીની સમીક્ષા કરશે.

આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, રસી લીધી હોય તે મહીને કોવિડ રસીઓની માસિક ચક્ર પર થોડી અસર જોવા મળી છે.

આરોગ્ય વિભાગ પ્રમાણે, વૈશ્વિક સ્તરે મહિલાઓના એક મોટા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે COVID-19 રસીકરણ નાના અને અસ્થાયી રૂપે તેમના માસિક ચક્ર પર અસર કરતી હતી.

વધુમાં જણાવ્યું હતું કે સ્ત્રીઓનું માસિક ચક્ર સરેરાશ એક દિવસ કરતાં ઓછું થયું હતું, પરંતુ તેમના રક્તસ્ત્રાવના સમયમાં કોઈ ફેરફાર થયો ન હતો. આ ફેરફારો રસી મેળવ્યા પછીના માસિક ચક્રની સાથે જ સમાપ્ત થઈ જાય છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે કેટલાક લોકોને કોવિડની લાંબાગાળાના અસરનું જોખમ વધારે છે. જેમાં 35 વર્ષથી વધુ ઉંમરના લોકો, સ્ત્રીઓ, ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ અથવા જેને COVID-19 ચેપ દરમિયાન ગંભીર બીમારી હતી, તેઓને જોખમ વધારે રહ્યુ છે.

 વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ક્વીન્સલેન્ડમાં COVID-19 કટોકટીની સ્થિતિનો અંત આવ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના નવીનતમ અહેવાલમાં જણાવ્યું હતું કે, 30 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સાપ્તાહિક નવા વૈશ્વિક COVID-19 કેસમાં 17 ટકા અને મૃત્યુમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે.

જર્મની, જાપાન, યુએસ, ચીન અને રિપબ્લિક ઓફ કોરિયામાં દેશના સૌથી વધુ વૈશ્વિક COVID-19 કેસ નોંધાયા છે.

કોવિડ-૧૯ ની લાંબા ગાળાની અસરો (લોંગ કોવિડ)ની સારવાર માટે:

કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવ
વિદેશ પ્રવાસ કરતા પહેલાં માહિતી મેળવો,

તમારી ભાષામાં માહિતી મેળવો 

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 4 November 2022 2:54pm
Updated 4 November 2022 3:05pm
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends