Latest

COVID-19 અપડેટ:સ્કોટ મોરિસન તેમની ‘ગુપ્ત નિમણૂકો’નો બચાવ કરે છે, કહ્યું કે રાષ્ટ્રીય હિતમાં કામ કર્યું છે

17 ઓગસ્ટ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી

SCOTT MORRISON

Former Australian prime minister Scott Morrison during a press conference at Parliament House in Canberra. (file) Source: AAP / LUKAS COCH/AAPIMAGE

Key Points
  • સ્કોટ મોરિસને કહ્યુ કે તેમની ‘ગુપ્ત નિમણૂંકો’ કાયદેસર હતી
  • વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ટુંક સમયમાં કટોકટીની જાહેરાતને નવા કાયદા સાથે બદલી શકે છે
  • અમેરિકાના રાષ્ટ્રપતિના પત્ની કોવિડ પોઝીટીવ
બુધવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી 67 મૃત્યુ નોંધાયા હતા. જેમાં ન્યૂ સાઉથ વેલ્સમાં 26, ક્વિન્સલેન્ડમાં 17 અને વિક્ટોરિયામાં 15 મૃત્યુ નોંધાયા હતા.

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશેની .
ભૂતપૂર્વ વડાપ્રધાન સ્કોટ મોરિસને કોવિડ-19 મહામારીની શરૂઆતમાં આરોગ્ય સહિત પાંચ પોર્ટફોલિયોમાં તેમની ‘ગુપ્ત નિમણૂકો’નો બચાવ કર્યો હતો.

તેઓએ કહ્યું કે આ નિમણૂકો કાયદેસર હતી અને તેઓએ એક ઘટના સિવાય ક્યારેય પણ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો નથી.

તેમણે કહ્યું, “હું માનતો હતો કે સંકટોની વચ્ચે કટોકટીની શક્તિઓને સ્થાને રાખવી તે એક સમજદાર, જવાબદાર કાર્યવાહી હતી.”

ન્યૂ સાઉથ વેલ્સની સંસદીય તપાસમાં કહેવામાં આવ્યું હતું કે કોવિડ-19 લોકડાઉન દરમિયાન શેરીઓમાં પોલીસ અને સૈન્યદળોની હાજરીથી શરણાર્થીઓ અને આશ્રિતોને આઘાત લાગ્યો હતો.

તપાસ સમિતિ પશ્ચિમ અને દક્ષિણપશ્ચિમ સિડનીના રહેવાસીઓ પાસેથી કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમના અનુભવો વિશે માહિતગાર થઇ રહી છે. તેનો ઉદ્દેશ સાંસ્કૃતિક અને ભાષાકિય રીતે વૈવિધ્યસભર સમુદાયો માટે કટોકટી સંચારને સુધારવાનો છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ટુંક સમયમાં કટોકટીની ઘોષણાને નવા કાયદા સાથે બદલી શકે છે, જેને પગલે અધિકારીઓ હોસ્પિટલ, એજ કેર હોમ અને જાહેર પરિવહનમાં ફેસમાસ્કના વપરાશ પર દેખ રેખ રાખી શકશે.

યુ.એસના રાષ્ટ્રપતિના પત્ની જીલ બાઇડનને કોવિડ-19 પરિક્ષણ પોઝિટીવ આવ્યા બાદ તેઓ હાલ આઇસોલેશનમાં છે. તેઓને કોવિડ-19ના હળવાં લક્ષણો છે. હાલમાં જ રાષ્ટ્રપતિ જો બાઇડન કોવિડ-19થી સાજા થયા છે, ત્યારબાદ તેમનું કોવિડ-19 પરિક્ષણ નેગેટીવ આવ્યુ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને મંકિપોક્સ વાઇરસનું નામ બદલવા માટે ઘણા નામના સૂચનો મળ્યા છે. જેમાં કેટલાંક પોક્સી, મેકપોક્સફેસ, ટ્રમ્પ-22 અને એમપોક્સનો સમાવેશ થાય છે.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ માહિતી મેળવો.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી

રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો

ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો.

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો,

તમારી ભાષામાં માહિતી મેળવો.

પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.

Share
Published 17 August 2022 3:18pm
Updated 25 August 2022 2:31pm
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends