ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટ્સ લોકો માટે Anzac Day નું શું મહત્વ છે?

ઘણા માઇગ્રન્ટ્સ ANZAC Day વિશે સાંભળે ત્યારે ગલીપોલીના મેદાનોમાં લડતા શ્વેત સૈનિકોની એક છબી તેમના મનમાં ઉભી થાય છે. જોકે છેલ્લી એક સદીમાં આ ખ્યાલ ધીમે-ધીમે બદલાયો છે.

Australians Commemorate Anzac Day

War veterans and defence personnel take part in the ANZAC Day parade on April 25, 2023 in Sydney, Australia. (Photo by Brendon Thorne/Getty Images) Credit: Brendon Thorne/Getty Images

Key Points
  • ANZAC Day માર્ચ પરંપરાગત રીતે ગલીપોલીમાં લડનારા સૈનિકો માટે આયોજિત કરવામાં આવતી હતી. પરંતુ, આજે તે વર્તમાન અને તમામ ભૂતપૂર્વ સૈનિકો, સૈન્યમાં સેવા આપનારી મહિલાઓ અને તેમના વંશજો સુધી વિસ્તરી છે, જેમાં વિવિધ બહુસાંસ્કૃતિક સમુદાયના લોકોનો પણ સમાવેશ થાય છે.
  • વિવિધ સમુદાયના લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો.
  • સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર સંસ્કૃતિના લોકો ANZAC Day ની ઉજવણીમાં સામેલ થાય છે.
Anzac Day ના દિવસે, દેશભરના ઓસ્ટ્રેલિયનો, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના દળોમાં સેવા કરી હતી, જેમણે લડત આપી હતી અને જેઓ તેમાં મૃત્યુ પામ્યા હતા તેમને યાદ કરે છે. જેમાં Anzac Day માર્ચ એક અગ્રણી કાર્યક્રમ છે જે તેમના બલિદાન અને બહાદુરીને સન્માનિત કરે છે.

દર વર્ષે 25 એપ્રિલના રોજ મનાવવામાં આવતી આ માર્ચ પરંપરાગત રીતે ઓસ્ટ્રેલિયન અને ન્યુઝીલેન્ડ આર્મી કોર્પ્સ (ANZAC)ના સભ્યોને સમર્પિત છે, જેઓ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ગલીપોલી ખાતે લડ્યા હતા.

જો કે, હવે તે તમામ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સૈનિકો, સૈન્યમાં સેવા આપનારી મહિલાઓ અને તેમના વંશજો સુધી વિસ્તરી છે, જેમાં ગલીપોલીમાં લડાઇની વિરોધી બાજુએ રહેલા લોકોનો પણ સમાવેશ થાય છે.

2006માં વિક્ટોરિયાના RSL *એ તુર્કીના પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેનારા લોકોના વંશજોને ANZAC Day માર્ચમાં જોડાવાનો અધિકાર આપ્યો હતો, જે આજે પણ ચાલુ છે.
ધ શ્રાઇન ઓફ રિમેમ્બરન્સ એન્ડ ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલ ખાતે દાયકાઓ સેવા આપનારા એએમએજીએ (ઓસ્ટ્રેલિયન મ્યુઝિયમ એન્ડ ગેલેરીઝ એસોસિયેશન) વિક્ટોરિયાના લાઇફ એચિવમેન્ટ્સ એવોર્ડ મેળવનાર જીન મેકઓસ્લાને એસબીએસ સાથેની અગાઉની મુલાકાતમાં જણાવ્યું હતું કે, પ્રદર્શન અને રેકોર્ડ્સ વિવિધ રાષ્ટ્રોને એક ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિમાં સ્વીકારવાની લાગણીને પ્રતિબિંબિત કરે છે.

મેકઓસ્લાન ઉમેરે છે કે તે સમય જતાં યુદ્ધથી પ્રભાવિત થયેલા સમાજમાં આવેલા પરિવર્તનને દર્શાવે છે,

તે સમજાવે છે કે જ્યારે ઇટાલી, જર્મની અને જાપાનના કેદીઓને યુદ્ધના અંતે તેમના દેશ પરત ફરવું પડ્યું હતું, ત્યારે કેટલાકે ઓસ્ટ્રેલિયામાં પહેલેથી જ જીવન સ્થાયી કરી લીધું હતું.

ખાસ કરીને ઇટાલિયન લોકો, સ્થાનિક ખેડૂતો સાથે કામ કરવામાં એટલા લોકપ્રિય હતા, કે તે પરિવારોએ કેટલીકવાર તેમને ઓસ્ટ્રેલિયા પરત આવવા અને અહીં રહેવા માટે સ્પોન્સર કર્યા હતા, તેમ મેકઓસ્લાન જણાવી રહ્યા છે.

યુકેમાં જન્મેલા કલાકાર અને ભારતીય મૂળના સંશોધક સંકર નાડેસન મેલબોર્નના નાર્મ વિસ્તારમાં સ્થિત છે અને લંડનમાં આર્ટ સ્ટુડિયો ધરાવે છે.
Anzac (1).jpg
Left to Right: Alex Ilyin (right) with former comrade in arms Don Frohmuller and contemporary artist and researcher Sankar Nadeson.
RSL* વિક્ટોરિયા સાથે કામ કરતા, તેઓ સાંસ્કૃતિક બાબતોમાં અને વ્યૂહાત્મક નેતૃત્વના મહારથી છે. વિવિધ સમુદાયો અને તેમના પરિવારો સાથે તેઓ સંપર્કમાં હોય છે.

તેમનો હેતુ અંધ રાષ્ટ્રવાદ અથવા ખોટા નિવેદનથી દૂર "સકારાત્મક રાષ્ટ્રીય ગૌરવ" પેદા કરવાનો છે.

નેડેસન કહે છે કે ઇંગ્લેન્ડમાં ઉછરેલા હોવા છતાં અને બાળપણથી જ રિમેમ્બરન્સ ડેના દિવસે પોપીસ પહેર્યા હોવા છતાં, તેમણે ક્યારેય તેમના પારિવારિક ઇતિહાસને ANZAC સાથે જોડ્યો ન હતો.

તેમણે યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોની વિધવાઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારે જ તેમને Anzacs ની સાંસ્કૃતિક વિવિધતાનો અહેસાસ થયો અને તેમની કહાની પર પણ પ્રશ્નો થયા.
રાજ્યભરની યુનિવર્સિટીઓ, માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ સાથેના મારા કલાત્મક જોડાણને કારણે મને જાણવા મળ્યું હતું કે, ઘણા લોકો ચાઇનીઝ એન્ઝાક્સના અસ્તિત્વથી અજાણ હતા. તેમ નેડેસને ઉમેર્યું હતું.
Sankar Nadeson
મેં મારી કાકીને પૂછ્યું, અને તેમણે હા પાડી, તેમણે જણાવ્યું હતું કે, મારા દાદા મલેશિયામાં બ્રિટીશ આર્મીમાં લડ્યા હતા, અને મને કોઈ ખ્યાલ નહોતો, સંપૂર્ણપણે કોઈ ખ્યાલ નહોતો. હું ખરેખર એન્ઝાકની વાર્તા સાથે અથવા મારા ઇતિહાસ અને મારા પરિવાર સાથેના સંબંધમાં ખૂબ જ વ્યક્તિગત સ્તરે શાહી દળો અથવા ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સ દ્વારા યુદ્ધમાં સંઘર્ષની કોઈ પણ બાબત સાથે જોડાયો ન હતો, તેમ તેઓ સમજાવી રહ્યા છે.

કહે છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન નોંધાયેલા લગભગ 4,20,000 ઓસ્ટ્રેલિયનોમાંથી ઘણા વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હતા, જેમાં ફર્સ્ટ નેશન્સ સમુદાયના લોકો, અને બ્રિટીશ, એશિયન, ગ્રીક અને ઉત્તરીય યુરોપીયન પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. લગભગ 200 ચાઇનીસ માઇગ્રન્ટ્સે ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયા ચાઇના યુથ એસોસિએશન સાથે કામ કરતી વખતે, સંકર નાડેસનને જાણ થઇ કે તેમના વિદ્યાર્થીઓ Anzac ના બહુસાંસ્કૃતિક સમુદાયોના જોડાણથી અજાણ હતા.

"ચાઇનીઝ મૂળના વિદ્યાર્થીઓ ઘણીવાર ચાઇનીઝ Anzac ના નોંધપાત્ર ઇતિહાસથી અજાણ હતા. આ બાબતને ઉજાગર કરવા માટે, અમે સ્ટ્રીટ આર્ટની સ્થાનિક ભાષાનો ઉપયોગ કરીને સમકાલીન કલાકૃતિઓની રચના કરી હતી, જેમાં ચોક્કસ ચાઇનીઝ એન્ઝાક્સનું નિરૂપણ કરતી સ્ટેન્સિલ્સનો સમાવેશ થાય છે. આવા જ એક સ્ટેન્સિલે બિલી સિંગનું ચિત્રણ કર્યું હતું, જે એક પ્રખ્યાત સ્નાઈપર હતો, જેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇમ્પિરિયલ ફોર્સિસમાં સેવા આપી હતી, તેમ નેડેસને જણાવ્યું હતું.
Australians Commemorate Anzac Day
A Maori warrior in traditional dress leads the New Zealand veterans in the Anzac Day Parade through Sydney CBD on April 25, 2021, in Sydney, Australia. (Photo by Ruth Goodwin/Getty Images) Credit: Ruth Goodwin/Getty Images
જ્યારે તેઓએ એક ચીની વ્યક્તિને સ્લોચ ટોપી (સુરક્ષાદળની ટોપી) પહેરેલી જોઈ, ત્યારે તેઓએ સ્વીકાર્યું કે તેઓ ખરેખર ઇતિહાસનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ધરાવે છે; તેઓ ઓસ્ટ્રેલિયન ઇતિહાસમાં સામેલ થયા છે તેઓ તેની બહાર નથી,

રશિયન વારસા સાથે ચીનમાં જન્મેલા એલેક્સ ઈલિયન 50 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતા. સૈન્યમાં તેમની સેવાએ તેમની ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિ વિશેની સમજને વિસ્તૃત કરી.

"હું '૫૯માં ઓસ્ટ્રેલિયા આવ્યો હતો; મને '67માં બોલાવવામાં આવ્યો હતો. મારું ઇંગ્લિશ બરાબર નહોતું, અને ઓસ્ટ્રેલિયામાં જીવન કેવું હતું તે વિશેની મારી સમજ હજુ પણ એક નવા જ સ્થળાંતરિત વ્યક્તિને હોય એટલી જ હતી, તેમ ઈલિયન જણાવે છે.
"ઓસ્ટ્રેલિયાની સેનામાં બે વર્ષ સુધી સેવા આપ્યા બાદ મારી આંખો ખૂલી ગઈ. મેં ઓસિઝ સાથે ખભેખભો મિલાવીને કામ કર્યું છે અને તેનાથી મને ઓસ્ટ્રેલિયન જીવનશૈલી, બોલવાની શૈલી, ભાષા, રિવાજો સમજવામાં ખૂબ મદદ મળી છે, તેમ તેઓ ઉમેરી રહ્યા છે.
Alex Ilyin
પરંતુ કેટલાક સૈનિકો અને તેમના વંશજો માટે, જ્યારે તેઓ સક્રિય ફરજ પરથી પાછા ફરે છે ત્યારે કડવો અનુભવ હોય છે. વિયેતનામ યુદ્ધમાંથી પાછા ફર્યા બાદ, એલેક્સ ઇલિયન યાદ કરે છે કે લોકોનો અભિપ્રાય સંઘર્ષની વિરુદ્ધ હતો.

"જ્યારે અમે વિયેટનામથી આવ્યા, ત્યારે અમારામાંના ઘણાને કહેવામાં આવ્યું હતું: 'ઠીક છે, નાગરિકના કપડાં ધારણ કરો અને જાહેરમાં આવવું નહીં, કારણ કે ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ વિયેટનામ વિરોધી લાગણી હતી. તેથી, અમે, અમારી સરકારે જે લોકોને ઓસ્ટ્રેલિયા માટે લડવા માટે મોકલ્યા હતા, તેઓ પાછા આવ્યા અને તેમને શરમજનક રીતે છુપાવવું પડ્યું હતું, તેમ ઇલિન યાદ કરે છે.

પરંતુ બોબ હોકના વડપણ હેઠળ ઓસ્ટ્રેલિયાએ એલેક્સ ઇલિન જેવા દિગ્ગજોની સેવાને મોટી વેલકમ હોમ પરેડ સાથે સન્માનિત કરી હતી.

સમગ્ર ઓસ્ટ્રેલિયામાંથી લોકો સરકારી ખર્ચે સિડની જવા માટે ઊડ્યા હતા અને અમે સિડનીની શેરીઓમાંથી પસાર થયા હતા. ત્યાર બાદથી આગળ, અમે અમારું માથું ઊંચું રાખીએ છીએ અને અમને ખૂબ ગર્વ છે. અમારા દેશ માટે અમારી પાસેથી જે જરૂરી હતું તે અમે કર્યું છે, તેમ ઇલિન જણાવે છે.

વર્ષ 1987થી, એલેક્સ ઇલિન ANZAC Day ની પરેડને ચૂક્યા નથી.

શીખ સમુદાય સાથે કામ કરી ચૂકેલા સંકર નાડેસનના જણાવ્યા અનુસાર, તેને જાહેરમાં માન્યતા આપવાથી રાષ્ટ્રના હિતમાં છે.

જ્યારે લોકો આપણને જુએ છે અથવા તમે જેના માટે ફાળો આપ્યો છે, તમે જે કર્યું છે તેના માટે તમને જુએ છે, ત્યારે ત્યાં ખૂબ જ રાહત થાય છે, અને પછી તમે સમાજમાં આત્મવિશ્વાસથી આગળ વધી શકો છો, તેમ નેડેસન જણાવે છે.
ANZAC Day March in Sydney
People participate in the ANZAC Day March in Sydney, Australia, on Tuesday, April 25, 2023. (Photo by Steven Saphore/Anadolu Agency via Getty Images) Source: Anadolu / Anadolu/Anadolu Agency via Getty Images
તેમનું કહેવું છે કે શીખ સૈનિકોને હવે ઓસ્ટ્રેલિયન સમાજમાં અજાણ્યા લોકો જેવી લાગણી થતી નથી.

મેલ્બર્નના ઉત્તરપશ્ચિમમાં આવેલા શીખ મંદિરમાં જ્યારે હું સમુદાયના ૧૦૦થી વધુ સભ્યો સાથે જોડાયો હતો, ત્યારે એવી જબરજસ્ત લાગણી પ્રવર્તી રહી હતી કે આ સમુદાય હવે 'અન્ય' રહ્યો નથી."

નેડેસન માને છે કે તેના નિવૃત્ત સૈનિકોની માન્યતાને કારણે, શીખ સમુદાય ઓસ્ટ્રેલિયન સમુદાયમાં વધુ સંકલિત હોવાનું અનુભવે છે.

કેટલીક વાર તમે સ્વીકારો છો કે તમે વિશાળ સમુદાયથી અલગ છો, પરંતુ જ્યારે વસ્તુઓ સુસંગત હોય છે અને લોકોને એકસાથે લાવે છે, ત્યારે તમે ઓસ્ટ્રેલિયન અનુભવો છો; તમને ખરેખર એવું લાગે છે કે ઓસ્ટ્રેલિયા આ જ છે.
આથી, શીખ સમુદાયને ખરેખર એ વાતનો ખ્યાલ હતો કે તેઓ આ સમુદાય સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલા છે, બીજા સાથે નહીં, તેમ નાડેસન જણાવે છે.
Sankar Nadeson
વિવિધ સમુદાયો સાથેના તેમના કાર્ય દ્વારા, નેડેસને અવલોકન કર્યું હતું કે દરેક સમુદાય કેવી રીતે દિવસ મનાવે છે, તેમની પરંપરાઓને પ્રગટ કરે છે.

"શીખ સંસ્કૃતિમાં, તે ખૂબ જ ગંભીર છે. એક ખૂબ જ ગંભીર સ્વર છે કારણ કે તેમની પાસે તેની પરંપરાઓ છે, પરંતુ સાથે જ, હંમેશાં ઉજવણીની ભાવના પણ રહેલી હોય છે.

"ત્યાર બાદ ચાઇનીઝ સમુદાય છે, અને બધું જ લાલ છે, તે સ્મૃતિ માટે લાલ છે, પરંતુ તે સમૃદ્ધિ માટે પણ લાલ છે. જ્યારે તેઓ ચાઇનીઝ મૂળના ખાણ કર્મચારીઓની તસવીરો બનાવે છે, ત્યારે તેઓ ખરેખર પૂર્વજોના સંબંધની ભાવના માટે ખૂબ જ મજબૂત કડી અને ઊંડો આદર ધરાવે છે, તેમ નેડેસન ઉમેરે છે.
ANZAC Day March in Sydney
Crowds are seen during the ANZAC Day March in Sydney, Australia, on Tuesday, April 25, 2023. (Photo by Steven Saphore/Anadolu Agency via Getty Images) Source: Anadolu / Anadolu/Anadolu Agency via Getty Images
વિક્ટોરિયામાં બહુસાંસ્કૃતિક સમુદાયો સાથે પણ કામ કરી ચૂકેલા અને હાલમાં નિવૃત્ત મેકઓસ્લાન કહે છે કે સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર પૃષ્ઠભૂમિના લોકો ANZAC Day સાથે જોડાવા માગે છે.

મારું અવલોકન એ છે કે હું જે લોકોના સંપર્કમાં આવું છું તેમના તરફથી, તેનો એક ભાગ બનવાની, ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ સાથે જોડાવાની ઇચ્છા છે, તેમ તેઓ ઉમેરે છે.

દર 25 એપ્રિલે, એલેક્સ ઇલિન અને તેમનો પુત્ર ANZAC Day માર્ચમાં જોડાઈને તેમની પરંપરા જાળવી રાખવાનું લક્ષ્ય રાખે છે, અને ઓસ્ટ્રેલિયન સૈન્યમાં સેવા આપનારા લોકોનું સન્માન કરે છે.

Anzac પરંપરા ચાલુ છે. મારો પુત્ર લશ્કરી દળોમાં ગયો, તેણે ઇરાક, તિમોર અને સોલોમન આઇલેન્ડમાં શાંતિરક્ષક તરીકે નિયમિત રીતે સેવા આપી, તેથી પરંપરા જીવંત છે.

25મી એપ્રિલના રોજ પરોઢિયે દેશભરમાં સ્મારક સેવાઓનું આયોજન કરવામાં આવે છે, જે મૂળ ગલિપોલી ઉતરાણના સમય સાથે સુસંગત છે. દિવસમાં, નાના શહેરોથી મોટા શહેરો સુધી ANZAC Day કૂચનું આયોજન કરવામાં આવે છે.

એન્ઝાકના ઇતિહાસ વિશે વધુ જાણવા માટે, ઓસ્ટ્રેલિયન સરકારના અને ની મુલાકાત લો.

*ધ રિટર્ન એન્ડ સર્વિસીસ લીગ

Share
Published 25 April 2024 10:52am
By Olga Klepova, Yumi Oba
Presented by Vatsal Patel
Source: SBS


Share this with family and friends