Feature

ચાર મહિનામાં પ્રથમ વખત કોવિડ-19ના વૈશ્વિક કેસમાં ઉછાળો

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ની અઠવાડિક માહિતી.

COVID19 DAILY LIFE

Mask wearing is recommended with the rise of COVID cases in Australia. Source: AAP / DIEGO FEDELE/AAPIMAGE

Key Points
  • સમગ્ર દેશમાં કોવિડ-19ના કેસમાં વધારો
  • ઓસ્ટ્રેલિયામાં ઉપયોગમાં લેવા માટે બીજી બાયવેલન્ટ રસીને માન્યતા
  • જુલાઇ માસના મધ્યથી કોવિડ-19ના કેસમાં પહેલીવાર ઊછાળો-WHO
ઓસ્ટ્રેલિયા હજુ BA4 અને BA5 જેવા પેટાપ્રકારોમાંથી બહાર આવ્યું નથી, ત્યારે દેશમાં XBB અને BQ.1. જેવા નવા પ્રકારોના કેસો વધી રહ્યા છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં, આ અઠવાડિયે 22,672 લોકોને કોવિડ-19 હોવાનું નિદાન થયું હતું, જે અગાઉના સપ્તાહની સરખામણીમાં 52.8 ટકાનો વધારો દર્શાવે છે. અત્યાર સુધી 39 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

જ્યારે વિક્ટોરીયામાં, 16,636 લોકોમાં કોવિડ-19નું નિદાન થયું હતું, જે અગાઉના નોંધાયેલા આંકડાના સમયગાળા કરતાં 63 ટકા વધારે છે. રાજ્યમાં 46 મૃત્યુ પણ નોંધાયા છે.

ક્વીન્સલેન્ડમાં, છેલ્લા નોંધાયેલા આંકડાના સમયગાળાથી નવા COVID-19 કેસ લગભગ બમણા થઈ ગયા છે, જે 5828 થી વધીને 10,106 થયા છે.
શુક્રવારે NSWના આરોગ્ય વિભાગે કોવિડ-19નું જોખમના સ્તરમાં વધારો થયો હોવાના કારણે હોસ્પિટલ્સના તમામ વિસ્તારોમાં મુલાકાતીઓએ માસ્ક પહેરવું જરૂરી છે જેનું નિરિક્ષણ પણ કરવામાં આવશે.
આ અંગે આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી ડેબ વિલકોક્સે જણાવ્યું હતું કે, પરિવારજનો અને પ્રિયજનો હજુ પણ દર્દીઓ સાથે સમય વિતાવી શકે છે, જોકે, અમે વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને કોઇપણ સમયે દર્દીઓને મળવા આવતા મુલાકાતીઓની સંખ્યાને મર્યાદિત કરો તો સારું છે.

આ અઠવાડિયે રસીની જાહેરાતો

હેલ્થ અને એજ કેર વિભાગે આ અઠવાડિયે કોવિડ રસી સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.

  1. 1. ફાઈઝરના ઓમિક્રોન-વિશિષ્ટ કોવિડ બૂસ્ટરને ઓસ્ટ્રેલિયામાં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં ત્રીજા અને ચોથા ડોઝ તરીકે ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. જેનું વિતરણ 12 ડિસેમ્બરથી શરૂ થશે.
  2. 1.6 મહિનાથી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પેડિયાટ્રિક ફાઈઝર કોવિડ-19 રસીને પણ મંજૂર કરવામાં આવી છે. જે બાળકોને ગંભીર રોગપ્રતિકારક શક્તિ, જટિલ અથવા બહુવિધ સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ અથવા નોંધપાત્ર અથવા જટિલ સ્વાસ્થ્ય જરૂરિયાતો સાથેની વિકલાંગતા છે તેઓ પણ રસી મેળવી શકશે. આ રસી જાન્યુઆરી 2023ના મધ્યથી ઉપલબ્ધ થશે.
  3. ATAGI આ સમયે પાંચમા ડોઝ અથવા ત્રીજા બૂસ્ટરની ભલામણ નથી કરતું. નવી ભલામણ 2023 ની શરૂઆતમાં શિયાળા પહેલા કરવામાં આવે તેવી શકયતા છે.
હાલમાં ATAGIનું ધ્યાન બૂસ્ટર ડોઝના વપરાશમાં વધારો કરવા પર જ છે.

ATAGI મુજબ, દેશમાં 5.5 મિલિયન ઓસ્ટ્રેલિયનો છે, જેઓ બૂસ્ટર ડોઝ માટે પાત્રતા ધરાવે છે પરંતુ હજુ સુધી તેમનો ત્રીજો ડોઝ મળ્યો નથી. તેવી જ રીતે, 50 વર્ષથી વધુ ઉંમરના 3.2 મિલિયન ઓસ્ટ્રેલિયનો છે, જેમને હજુ તેમનો ચોથો ડોઝ મળ્યો નથી.
દેશવાસીઓને એન્ટીવાઇરલ માટે તેમની યોગ્યતા તપાસવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મુખ્ય આરોગ્ય અધિકારી પૌલ કેલી કહે છે કે, બને તેટલી ઝડપથી સારવાર મેળવી લેવી તે ખૂબ જ મહત્વનું છે.

નિદાન થયાના એક દિવસની અંદર સારવાર લેવામાં આવે તો સારું છે.

તેઓ વધુમાં જણાવે છે કે, પાંચ દિવસ સુધી સારવાર ન લેવાય તો પછી તે ગંભીર બીમારીમાં પરીણામશે. હોસ્પિટલમાં જવાની નોબત પણ આવી શકે છે અથવા તો કોવિડના કારણે મૃત્યુ પણ થઇ શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના સાપ્તાહિક રોગચાળાના આંકડા પ્રમાણે કોવિડ-19 કેસમાં જુલાઇ માસના મધ્ય પછી પ્રથમ વખત વધારો થયો છે, આ અઠવાડિયે 2 ટકાનો વધારો નોંધાયો છે.

WHO દ્વારા ચેતવણી આપવામાં આવી છે, વૈશ્વિક સ્તરે પરીક્ષણની સંખ્યામાં ઘટાડો થયો હોવાના કારણે સાચા આંકડાઓ સામે આવતા નથી.

નવા સાપ્તાહિક મૃત્યુની સંખ્યામાં, ગયા સપ્તાહની સરખામણીએ 30 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, યુએસ, જર્મની અને ચીન દેશના સ્તરે સૌથી વધુ વૈશ્વિક COVID-19 કેસ નોંધાયા છે.

Find a Long COVID clinic
Find a COVID-19 testing clinic
Register your RAT results here, if you're positive
Here is some help understanding
Read all COVID-19 information in your language on the

Share
Published 18 November 2022 2:37pm
Updated 18 November 2022 2:47pm
By Yumi Oba
Presented by Mirani Mehta
Source: SBS


Share this with family and friends